________________
પર
ધર્મ- હા
વછતા અને પરિણામે આખાદી પ્રાપ્ત થાય છે. નિવાર્થ વિચારેથી જાતને ભૂલવાનું અને પરિણામે સાચી શાંતિને પ્રાપ્ત કરવાનું થાય છે.
વિચારોની હારમાળા, વર્તન અને બાહ્ય સંગે ઉપર અસર લાવ્યા વિના રહેતી જ નથી. માણસ પંતાના બાહ્ય સંગોને સીધી રીતિએ ચૂંટી શક્તા નથી, પણ તે પોતાના વિચારોની ચૂંટણી કરી શકે છે અને તેના દ્વારા આડકતરી રીતિએ પણ પિતાનું બાહ્ય વાતાવરણ ઘડી શકે છે. માણસ જે વિચારને ખૂબ પપે છે, તે વિચારને અનુકુળ વાતાવરણ કરી આપવામાં કુદરત ઘણી સહાય કરે છે.
શરીર અને તંદુરસ્તી ઉપર વિચારની અસર
શરીર એ મનનું ગુલામ છે. ખોટા-ખરાબ વિચારોથી શરીર ક્ષીણ થાય છે અને સાચા-શુભ વિચાથી શરીર પ્રકુલિત રહે છે.
બાહ્ય સગોની માફક રેગ અને તંદુરસ્તીનું મૂળ પણ વિચારે જ છે. ભયભરેલા વિચારે માણસને પિસ્તોલના જેટલી ઝડપથી મારી નાખે છે અને નિરંતર બીજા પણ હજાર માણસને ધીરે ધીરે પણ નિશ્ચિતપણે મારે જ છે. રેગના ભયથી પીડિત જરૂર રેગી બને છે. ચિંતાતુર વિચાથિી શરીર ક્ષીણ થાય છે અને પરિણામે રેગનાં દ્વાર ખુલ્લાં થાય છે. બીજી બાજુએ સારા વિચારોથી શરીરની સુંદરતા વધે છે. શરીરની સારી અગર તે ખરાબ અવસ્થા સારા અગર તે નઠારા વિચારોનું પ્રતિબિંબ છે.