________________
વિચાર અને વર્તન
૨૧૭
સાધન છે. જન્મથી માંડીને સંસારયાત્રામાં આત્મા જે જે પગથિયાં ચઢે છે, ત્યાં ત્યાં તેની જે સ્થિતિ હોય છે તે સ્થિતિ પિતાના શુભાશુભ વિચારેનું પ્રતિબિંબ છે, આથી જ, જે વસ્તુની પ્રાપ્તિ મનુષ્યને થાય છે તે પોતે તેને માટે પ્રાર્થના કરે છે માટે મેળવે છે એવું નથી, પરંતુ તે પોતે પોતાના વિચારની કમાણી ભેગવે છે. પોતાની ઈચ્છાઓ અને પ્રાર્થનાઓ જે વિચારોની સાથે એકમેક થઈ જાય, તો જરૂર તેને સફળતા પ્રાપ્ત થાય છે.
હવે ત્યારે વિચારે કે “વિચારની અસરએને એથે શે? તેને અર્થ એ જ છે કે માણસ બાહ્ય સગો સામે બળવે કરે છે, જ્યારે તેના કારણને પોતાના હૃદયમાં પિષે છે. કાં તો જાણવા છતાં આ કારણ વ્યસન બની ગયું છે માટે પોષાય છે અગર તે અજાણપણે પોતાની નબળાઈથી પોષે છે. પણ ગમે તે હો, તેની લડતમાં તેને પાછું જ પડવાનુ થાય છે.
પોતાની બાહ્ય સ્થિતિને સુધારવાને ઘણું ઈચ્છે છે, પરતુ પોતાની જાતને સુધારવાને કઈ ઈચ્છતું નથી અને તેથી જ તેઓને બંધનમાં રહેવું પડે છે. જે માણસ આત્મશુદ્ધિથી પાછો હઠતો નથી, તે જરૂર પોતાનું કાર્ય સાધી જાય છે. આ વસ્તુ જેટલી લૌકિક વસ્તુઓને લાગુ પડે છેતેટલી જ લેકોત્તર વસ્તુઓને પણ લાગુ પડે છે. જે માણસનું ધ્યેય કેવળ લક્ષ્મી પ્રાપ્ત કરવાનું છે, તેને પણ ખૂબ ખૂબ ભેગ આપ પડે છે, તે પછી જે પોતાનું જીવન દઢ અને સુસ્થિત જોવા માગે છે, તેને માટે તો પૂછવાનું જ શું?