________________
વિચાર અને વર્તન
૨૩૯
કરવા માટે મેં તમારી પાસે ઉપરનાં ત્રણ દષ્ટાંતે રજૂ કર્યા છે. આવા અનેક દષ્ટાંત આપી શકાય તેમ છે, પણ વાચકને સમજવા માટે આટલું પૂરતું છે. વિચારશીલ માણસ સમજી શકે છે કે-બાહ્ય સગોને જીવનના ઘડતરમાં મુખ્ય સ્થાન છે જ નહિ.
જો કે બાહ્ય સગો એટલા બધા ગૂંચવાયેલા હોય છે, વિચારનાં મૂળ પણ એટલાં બધાં ઊંડાં હોય છે અને પ્રત્યેક વ્યક્તિની સુખ-દુઃખની અવસ્થા પણ એટલી બધી ભિન્ન ભિન્ન હોય છે કે-માણસની આત્યંતર સ્થિતિ (પિતે જાતે જાણતો હોય છતાં) કેવળ બાહ્ય સંયોગથી કળી શકાતી જ નથી.
કેઈ એક માણસ પ્રામાણિક હોવા છતાં તેને વેઠવું પડે છે અને બીજો એક માણસ અપ્રામાણિક હેવા છતાં ખૂબ પૈસે પેદા કરે છે. આથી કેટલાક લોકો અનુમાન કરે છે કે-પ્રામાણિકપણુથી નિષ્ફળતા અને અપ્રામાણિક પણથી સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ બહેળા અનુભવથી અને ઊંડાં ઉતરવાથી આ અનુમાન ખોટુ છે, એમ સમજાશે. પ્રામાણિક માણસમાં ઊંડે ઊંડે પણ જરૂર દુર્ગણે દેખાશે અને અપ્રામાણિક માણસમાં છૂપાઈ રહેલા પણ એવા કેટલાક સદ્દગુણે હેય છે કે જેને લઈને તે આબાદીને પામે છે.
સારા વિચાર અને વર્તનથી ખરાબ પરિણામ કદી આવતું જ નથી. બીજી બાજુ ખરાબ વિચાર અને વર્તનથી - સારું પરિણામ પણ આવતું નથી. ટૂંકમાં, જેવું બીજ