________________
વિચાર અને વર્તન
૨૭૩
કાય –કારણુ ભાવના કાયદા જગતમાં વ્યાપક છે અને તેજ કાયદો વિચાર અને વર્તનને લાગુ પડે છે. આથી સિદ્ધ થાય છે કે મનુષ્યમાં પ્રગતિ થાય છે તે કાયદા પ્રમાણે થાય છે, પણ તે પ્રગતિ કંઈ અકસ્માતથી થતી નથી. જેવી રીતે ઉમદા અને ઉચ્ચ વર્તન એ કાંઈ અકસ્માત નથી પરંતુ લાંખા કાળના શુદ્ધ વિચારાનુ સ્વાભાવિક ફળ છે, તેવી જ રીતિએ ખરાબ અને હલકુ વન એ પણુ દુષ્ટ વિચારોનું કુદરતી ફળ છે.
મનુષ્ય પાતે જ પેાતાની ઉન્નતિ તથા વિનાશ કરે છે. વિચારની શસ્ત્રશાળામાં તે એવાં હથિયાર ઘડે છે, કે જેના વડે તે પેાતાના જ નાશ કરે છે તેમજ તેવાં પણ આજારા અનાવે છે, કે જેના વડે તે પેાતાને માટે સુખ અને શાંતિના દિવ્ય મહેલા ખાંધે છે. વિચારોને સાચી દિશામા લગાડવાથી માણુસ દિવ્ય સંપૂર્ણતાને પામે છે અને ખાટી દિશામાં લગાડવાથી પશુ કરતાં પણ નીચા ઉતરી જાય છે. આ એ અતિમ અવસ્થાએની વચ્ચે અધી મધ્યમ અવસ્થાઓ છે અને મનુષ્ય જ તેના કર્તા અને માલિક છે.
વમાનકાળમાં આત્મા સંબંધી ઘણાં સુ ંદર સત્ય પ્રકાશમાં આવ્યાં છે, પરન્તુ “મનુષ્ય પાતાના વિચારોના માલિક છે, વર્તનના કર્તા છે અને પાતાના સચાગ, સ્થિતિ તથા ભાગ્યના રચનાર છે.” એ સત્ય કરતાં કોઈ પણ સત્ય અધિક સુખકારક કે અધિક ભરોસાપાત્ર નથી.
મનુષ્ય શક્તિમય, બુદ્ધિમય અને પ્રેમમય છે, તેમજ