________________
વારસો
૨૧૩
એમાં મધુરતા પણ અનુભવાતી હોય, પરંતુ એનું પરિણામ છેવટે કપરુજ છે. જ્યારે શાસ્ત્રકારોએ બતાવેલા આત્મિક કાર્યોમાં કદ્દાચ બાહ્ય આડંબર, દેખીતી સુંદરતા કે પ્રત્યક્ષ મધુરતા ન પણ અનુભવાતી હોય, છતાં એનું પરિણામ આત્મશુદ્ધિમાં, આત્મઉદ્ધારમાં અને આત્માના ભવનના નાશમાં જ આવવાનું છે. જેનું છેવટ સારું, તેનું સઘળું સારું અને જેને અંત ખરાબ. તેનું સઘળું ખરાબ.” એ ન્યાય જગપ્રસિદ્ધ છે. એ કારણે વિચારશીલ પુરુષે ઝાંઝવાના નીરના જેવી ભ્રામક સુંદરતાના પાશમાં ન ફસાતાં શાશ્વત્ આનંદને આપનાર આત્મવિચારમાં જ નિમગ્ન-બને છે.