________________
સુખ અધિક કે દુખ ? એ જ તુષણ અને અસતેષથી આવતા દુષ્પરિણામોથી બચવાને રાજમાર્ગ છે. કેવળ વિષપભોગ કદિ પણ પૂર્ણ ન થનાર, અનિત્ય અને અશાશ્વત છે. બુદ્ધિમાન પુરુષે તેને જ એક સાધ્ય માનવું, એ કોઈ પણ રીતિએ. ઉચિત નથી.
જે વસ્તુ કદી પણ પૂર્ણ થનાર નથી તેને જ એક પરમ સાધ્ય માનવું, એ પરમ શબ્દને દુરુપચાગ કરવા. બરાબર છે. અથવા તે મૃગજળને ઠેકાણે સત્યજળની ભાવના કરવા જેવું અસમંજસ છે. પરમ સાધ્ય જ જ્યાં અનિત્ય અને અપૂર્ણ છે, ત્યાં તેની આશામાં અનિત્ય અને. અપૂર્ણ વસ્તુ સિવાય બીજું શું હાથમાં આવવાનું હતું ?
જડવાદીઓ સંસારમાં સુખની અધિક્તાનું જે પ્રતિપાદન કરે છે, તે આ રીતે આપોઆપ ખોટું કરે છે. જડસુખની દષ્ટિએ સંસારમાં સુખની અધિકતા કદી પણ સિદ્ધ થઈ શકે તેમ નથી. અને એટલા જ માટે ભારતવર્ષના. સર્વ સાચા તત્વોએ એકી અવાજે પ્રતિપાદન કર્યું છે કે-“સુખની અભિલાષાવાળા આત્માઓએ આ સંસારમાં સુખની બેજ કરવી છેડી દઈ, આત્મામાં જ તેની ખેજ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સુખ એ આત્મધમ છે. એની પ્રાપ્તિ માટે આત્મા સિવાય બીજા પદાર્થોની પૂછે ગમે તેટલી મહેનત કરવામાં આવે, તેથી કેઈ પણ પ્રકારની સિદ્ધિ થનાર નથી.