________________
પ્રાર્થના
પ્રાર્થના એ અભિલાષ રૂપ છે અને શ્રી વીતરાગના શાસનમા ધર્મના ફળ રૂપે પણ અભિલાષા કે આશંસા. કરવાનો નિષેધ કરે છે. એટલું જ નહિ, કિન્તુ ફળની આસાપૂર્વક કરાતી શ્રી વિતરાગની પૂજા એ સાચા ફળની પ્રાપ્તિમાં પરમ વિઘભૂત માનેલી છે.
તે પછી “તીર્થકરે મારા ઉપર પ્રસન્ન થાઓ – આરોગ્ય આપે – ધિલાભ આપ—ઉત્તમ પ્રકારની સમાધિ આપિ – દુખને ક્ષય કરે 'કર્મ ને ક્ષય, કરે – સમાધિમરણ આપ–સમ્યગદર્શન આપ”—ધર્મ આપે વગેરે સેંકડે પ્રાર્થનાઓ શ્રી વીતરાગને ઉદ્દેશીને કરવામાં આવે છે, તે સાર્થક છે કે નિરર્થક છે? સાચી છે કે બેટી છે? જે બેટી કે નિરર્થક જ તે બધી પ્રાર્થના કરવાનું કહેનાર શાસ્ત્રોને પરમાર્થ સત્ય રૂપ કેવી રીતે માની શકાય? વળી શ્રી વીતરાગને કરેલી પ્રાર્થના ફળે છે, એમ કહેવામાં આવે તે વીતરાગ અવતરાગ બને છે. કારણ કે–અપ્રસનને પ્રસન્ન કરવા માટે જ, પ્રાર્થના હોય છે.