________________
આપે જ છે. સેમલના ડેઝથી મરણ થાય તે વખતે. મરણ ઈશ્વરે આપ્યું છે એમ માનવું, એના જેવી--બીજી મૂર્ખતા એક પણ નથી. સોમલ તેવા પ્રકારના ઝેરી પર માણુઓથી બનેલું છે, તેથી તેને ઉપગ કરનારના પ્રાણ જાય છે, તેમ કમના પણ પરમાણુઓ જેવા પ્રકારના સ્વભાવવાળા હોય છે, તેવા પ્રકારનું સુખ દુખ જીવને. પ્રાપ્ત થયા કરે છે. સારું કામ કરનારને સાથે બદલો ' મળે છે: નઠારું કામ કરનારને નઠારે બદલે મળે છે. એ રીતે કેઈપણ કર્મનું ફળ ઈશ્વર આપે છે, એમ નથી પણ કમમાંજ ફળ આપવાની શક્તિ રહેલી છે. .
વળી ગુન્હેગાર વ્યક્તિ અને બિનગુન્હેગાર વ્યક્તિ વચ્ચે દેખીતે ફેર છે, તે પણ કર્મશક્તિને સાબિત કરે છે. જેણે ગુન્હ નથી કર્યો તે વ્યક્તિ પોલિસને જોઈને ગભરાતી નથી, પરંતુ જેણે ગુન્હો કર્યો છે, તે વ્યક્તિ પિોલિસને જોઈને અવશ્ય ભય પામે છે. તેનું હૈયું ધડકે છે. શરીરમાં કંપારી આવે છે. એ રીતે ગુન્હેગારના હદયમાં જે વેદનાઓ ઉત્પન્ન થાય છે, તેને બીજી કોઈ
વ્યક્તિ ઉપજાવતી નથી, પણ તેણે જે કર્મ કર્યા છે, તે કર્મ જ ઉપજાવે છે. ગુન્હાની શિક્ષા ભય રૂપે, પશ્ચાત્તાપરૂપે, ગરૂપે કે દુઃખરૂપે અવશ્ય મળે છે જ. ઈશ્વરને ગમે તેટલી વિનંતી કરવા છતાં તે મટતાં નથી. અને ઈશ્વરને વિનંતી કરવામાં આવે તે પણ તે ભેગવવાં જ પડે છે.