________________
સૃષ્ટિકર્તા
એ વેદનાને ખ્યાલ કેને આવે છે? કાળ એ ખ્યાલને ભૂલાવે છે.
પ્રશ્ન મરણથી શા માટે ડરવું નહિ?
ઉત્તર, મરણ જન્મથી સાથે જોડાએલું છે. જેને જન્મવાનું થાય તેને મરવાનું થાય જ, એ આ પૃથ્વી ઉપરને અવિચળ નિયમ છે. જન્મ બાદ મરણમાંથી કઈ બચી શક્યું નથી અને અમરત્વ કઈ પ્રાપ્ત કરી શક્યું નથી. તેથી જ જમ્યા પછી મરણને ભય રાખવે નિરર્થક છેઃ બેટા સંતાપને વધારનાર છે. જે વસ્તુ અવશ્ય થનારી છે, તેનાથી બચવા ફાંફાં મારવાં, એ અધિક દુખી થવા માટે છે. જન્મ એ અટકાવી શકાય એમ છે. જન્મના કારણે જ જીવને જરા અને મરણના દુખે છે. એ જન્મ જ ન થાય, એ પ્રયત્ન કરે, એ જીવને સત્ય પુરુષાર્થ છે. જીવને રખેને હું મરી જાઉં ? એવો ભય રહ્યા કરે છે. પણ રખેને “મારે ગર્ભવાસ જન્મ, આલ્યાવસ્થા કે વૃદ્ધાવસ્થાનાં દુખે ભેગવવાં પડે? એ ભય લેશ પણ થતું નથી. એ એની ઘેર અજ્ઞાનતા છે.
સર્વભક્ષી કાળ એને જન્મ વખતનાં અને ત્યાર પછીનાં દુખે ભૂલાવી દે છે, તેથી તે એક મરણને જ ચાદ રાખે છે, અને સર્વ દુઃખનું કારણ એક મરણ છે, એમ માનીને તેનાથી બચવાના પ્રયાસ કરે છે. પણ એ પ્રયાસ અર્થહીન હોવાથી મરણનું દુખ તે અવશ્ય ભોગવવું જ પડે છે અને તેની સાથે જન્માદિકનાં દુઃખ