________________
૧૯૮
ધર્મ-શ્રદ્ધધ.
ટાળવાનો કોઈપણ પ્રયાસ નહિ હેવાથી, એ દુખે પણ પ્રત્યેક ભવમાં નવાં નવાં અનુભવવાં પડે છે.
તરવષ્ટિવાળો આત્મા એ મરણુભયને દૂર કરી દઈ જન્મના વાસ્તવિક ભયને જ હૃદયમાં સ્થાન આપે છે, અને તેથી ફરી વાર જન્મ ન થાય તેવા જ પ્રયત્નોમાં પરોવાઈ જઈ, જન્મનાં બીજભૂત જે કર્મ, તેને સર્વથા. બાળી નાંખવાને પ્રયાસ કરે છે. બીજ બળી ગયા પછી જેમ અંકુર ઉત્પન્ન થતું નથી, તેમ કર્મ દગ્ધ થઈ ગયા. પછી, જન્મરૂપી અંકુરે પણ ઉગતું નથી. જન્મ નષ્ટ થવાની સાથે જ જરા મરણાદિ ઉપ પણ આપોઆપ નાશ પામે છે.