________________
૧૭૯ -
અલગ રચના કરવામાં આવી છે. એ વગેરે દેખીને કઈ પણ બુદ્ધિમાનને એ પ્રતીતિ થયા સિવાય રહેશે નહિ કે શ્રી વીતરાગની પ્રાર્થના, એ એના સ્વભાવથી જ એના કર્તાને અવશ્ય મહાન ફળને આપનારી થાય છે.
શ્રી વીતરાગ સાક્ષાત આપતા નથી કે પ્રસન્ન થતા નથી, તેપણ શ્રી વીતરાગની પ્રસન્નતાથી થનારા કાર્યને તે તેઓ અવશ્ય કરે છે. અર્થાત–શ્રી વીતરાગની પ્રસન્નતાથી થનારા ભવનિર્વેદાદિ કાર્યોમાં તેઓ જ પ્રધાન નિમિત્ત છે . અને તેથી જ કારણમાં કાર્યને ઉપચાર કરીને શ્રી વીતરાગને પણ પ્રસન્ન થનારા કે તેમની ભક્તિનું ફળ આપનારા તરીકે વર્ણવ્યા છે.
શ્રી વીતરાગ આપે છે કે પ્રસન્ન થાય છે, એ કહેવું જેમ સત્ય નથી તેમ અસત્ય પણ નથી ? અને તેથી સત્ય-અસત્ય ઉભયનું મિશ્રણ પણ નથી, કિન્તુ અસત્ય અને અમૃષા નામને એક ચોથી જ જાતને ભાષાને પ્રકાર છે અને તેના આધારે જ સામાન્ય જગતને સઘળે વ્યવહાર ચાલે છે. તું આવ, જે –“તારે અમુક કરવું જોઈએ, અમુક ન કરવું જોઈએ—હું તારો ઉપકારી છું, તું મારે ઉપકાર્ય છે –એ વગેરે ભાષાના સઘળા પ્રકારે સત્ય, અસત્ય કે સત્યાસત્યના મિશ્રણ રૂપ નથી, તેપણુ વ્યવહાર ચલાવવા માટેનાં અનન્ય સાધન છે. એ જાતિના વાક્યમયે વિના કેઈ પણ પ્રકારને