________________
પ્રાર્થના
૧૩
પ્રેગ થાય છે, તે “અસત્યામૃષા' અપરના વ્યવહારભાષા છે. જેમકે હે દેવદત્ત!” “ઘટ લાવ!” “મને ઘટ આપ ! “ગાયને દોહ!' વગેરે
શ્રી વીતરાગની પ્રાર્થના એ પણ વ્યવહારભાષા છે, કારણકે–તેમા કઈ પણ વસ્તુના પ્રતિષ્ઠાયનને આશય નથી, કિન્તુ સ્વરૂપ માત્ર દર્શાવવાનો આશય છે અને એ સ્વરૂપદર્શન જેમ નિશ્ચય મતે સત્ય નથી, તેમ વ્યવહારનયના મતે અસત્ય પણ નથી. માત્ર ભક્તિ માટે વપરાયેલી છે, તેથી તે “અસત્યામૃષા' નામની ચતુર્થ ભાષા સ્વરૂપ છે. રાગદ્વેષ જેમને ક્ષીણ થઈ ગયા છે, તેવા શ્રી વીતરાગ પુરુષે સમાધિ કે બધિને આપતા નથી, તે પણ તેમની પ્રાર્થનાથી તે અવશ્ય પ્રાપ્ત થાય છે, તેથી તે મૃષાવાદ પણું નથી. ચિન્તામણિરત્નાદિને રાગદ્વેષનો અભાવ છે, તો પણ તેની ભક્તિ કરનારને તે અવશ્ય ફળે છે. તેમ શ્રી વીતરાગ પણ રાગદ્વેષ રહિત હોવા છતાં, તેમની ભક્તિ સમાધિ અને બેધિને આપનારી અવશ્ય થાય છે.
સર્વનું તાત્પર્ય એ છે કે ચદ્યપિ તે શ્રી વીતરાગ ભગવન્ત આરેગ્યાદિને કે બધિ-સમાધિ આદિને પિતે વીતરાગ હોવાથી આપતા નથી, તે પણ “મને આરોગ્ય, બેધિ અને સમાધિ આપે—એવી જાતિના વાકયપ્રગાથી અપૂર્વ ચિન્તામણિ તુલ્ય મહાભાગ એવા તે શ્રી વીતરાગ. ભગવન્તની આરાધના અર્થાત સન્મુખ વૃત્તિ થાય છે, તેમના ઉપકારનું સ્મરણ થાય છે તથા બોધિ અને સમાધિ