________________
પ્રાર્થના
૧૮૫
ગુણપ્રકષીને પામેલા ગુણનું આલંબન એ જ ગુણની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. એ પ્રધાન આલંબન દ્વારા પ્રધાન ગુણની પ્રાપ્તિ રૂપ સ્વકાર્યની સિદ્ધિ થાય છે. એ કારણે શ્રી વીતરાગની ભક્તિસૂચક શ્રી વીતરાગની પ્રાર્થનાનાં વચને પરમ ઉપકારક છે. જ્ઞાની પુરુષાએ શ્રી -વીતરાગની પ્રાર્થનાને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિમાં પરમાવશ્યક માનેલી છે તેનું આ સાચું રહસ્ય છે.
શ્રી વીતરાગની પ્રાર્થનાના આ સાચા રહસ્યને નિપુણુમતિ આત્માઓએ સૂક્ષમ બુદ્ધિ વડે વારંવાર વિચારવું અને આચરવું, એ બુદ્ધિનું સાચું અને પારમાર્થિક ફળ છે.
-
-