________________
૧૪
ધર્મ-શ્રદ્ધા
- આદિની પ્રાપ્તિમાં તેઓ પ્રધાન નિમિત્ત છે, તેનું સતત ભાન જાગ્રત રહે છે, તેથી તે જાતિના ભક્તિસૂચક વાકય પ્રાગે અત્યંત આવકારદાયક છે એટલું જ નહિ કિન્તુ બિધિ આદિ પરમાર્થ સદ્દગુણની પ્રાપ્તિની ભાવના ટકાવી રાખવા માટે એ સિવાય અન્ય કોઈ પ્રધાન માર્ગ છે નહિ.
સમાધિ અને બધિ આદિની પ્રાર્થના માટે શ્રી વીતરાગની વારંવાર પ્રાર્થના એ પ્રધાન અને મુખ્ય માર્ગ છે. તેને અર્થ એ છે કે–ચપિ બધિ અને સમાધિ આદિની પ્રાપ્તિ આત્માને પિતાની એગ્યતા અને પિતાના જ પુરુષાર્થ આદિથી થનારી છે, તે પણ. કાલ, નિયતિ, પૂર્વકૃત આદિ બીજા સહકારી કારણેની પણ તેમાં અપેક્ષા છે, તેમ અચિત્ય શક્તિયુક્ત શ્રી વીતરાગના આલંબનની પણ પ્રધાન આવશ્યકતા છે.
શ્રી વીતરાગ એ ગુણની પરમ પ્રકર્ષતાને પામેલા હોવાથી તથા સમાધિ અને બેધિ આદિ ગુણોને ક્ષાયિકભાવે પામેલા હોવાથી, સઘળા સહકારી કારમાં તેમનું આલંબન એ સૌથી પ્રધાન બને છે. એટલું જ નહિ કિન્તુ એ આલંબનના અભાવમાં બીજા સર્વ સહકારી કારણે સ્વિકાર્ય સાધક થતા નથી.
વયવહારમાં પણ ગુણની પ્રાપ્તિ ગુણીના આલંબનથી જ માનેલી છે અને ગુણીના આલબન સિવાયના બીજા * કારણે ગૌણુભાવે સવીકારેલાં છે, તેમ પરમાર્થમાં - પણ