________________
પ્રાર્થના
૧૭ ચિન્તારના આદિના દૃષ્ટાંતે તેમનો આશ્રય કરનારને તથા વિધિપૂર્વક તેમનું સમ્યગ્ર આસેવન કરનારને તેઓ અવશ્ય રાગદ્વેષના ક્ષય રૂપી કે અપવર્ગની પ્રાલિ રૂપી અચિન્ય ફળને આપનારા થાય, એમાં સદેહને જરા, માત્ર અવકાશ નથી. એ વસ્તુને સ્વભાવ જ એ છે કે, અપૂર્વ ચિન્તામણિ તુલ્ય અને મહાભાગ એવા શ્રી તીર્થ: કરાની સ્તુતિ, સ્તુતિ કરનારને અવશ્ય-બાધિલાભને અપા વનાર થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
'भत्तीए जिणवराणं, खिज्जन्ती पुसचिया कम्मा। गुणपगस्सिबहुमाणो, कम्मवणदवाणलो जेण ॥२॥'
શ્રી જિનવરની ભક્તિ વડે પૂર્વ સંચિત કર્મો ક્ષય પામે છે. કારણ કે-ગુણના પ્રકર્ષને પામેલાનું બહુમાન, એ કર્મવનને દગ્ધ કરવા માટે દાવાનલ સમાન છે.
શ્રી જિનેશ્વરની ભક્તિને સ્વભાવ જ કર્મવનને બાળી નાંખવા માટે દાવાનલ તુલ્ય છે અને સ્વભાવ એ હમેંશાં દુનિવાર હોય છે. એ કારણે અનન્તજ્ઞાની શ્રી વીતરાગના શાસનમાં શ્રી વીતરાગની પ્રાર્થના કરવા માટે વારંવાર ઉપદેશ કરવામાં આવે અને એ માટે સૂત્રોમાં ઠેર ઠેર પ્રાર્થનાવાચક વાકો રચાયેલાં હોય, એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી..
જ ભગવાનના આદિ શિષ્ય મહામતિ.શ્રી ગણધર વિરચિત શ્રી ચતુર્વિશતિસ્તવમાં–
'तित्थयरा मे पसीयतु ।' અર્થાત– શ્રી તીર્થ કરે મારા ઉપર પ્રસન્ન થાઓ.