________________
૧૭૬
ધર્મશ્રદ્ધા વીતરાગતા પ્રગટ થાય છે, એમ કહેવું એ જ વધારે વ્યાજબી છે.
શ્રી વીતરાગ આપતા કે લેતા નથી, પ્રસન્ન કે નારાજ થતા નથી, પણ શ્રી વીતરાગના ભક્તને શ્રી વીતરાગની ભક્તિથી જ વીતરાગતા પ્રાપ્ત થાય છે, એમાં પણ સંદેહ નથી અને તેથી જ વીતરાગતાને દેનાર શ્રી વીતરાગ જ છે, એમ કહેવું સર્વથા ઉચિત છે,
અગ્નિનું આસેવન કરનાર ઉપર અગ્નિ પ્રસન્ન પણ થતું નથી કે નારાજ પણ થતું નથી અગર પિતાનું આ સેવન કરવા માટે પોતાની પાસે આવે, એમ કોઈને આમંત્રણ પણ કરતું નથી ? તેપણું અગ્નિ પાસે જનારની અને તેનું વિધિપૂર્વક આસેવન કરનારની ઠંડી નાશ પામ્યા સિવાય રહેતી પણ નથી. એનું કારણ અગ્નિને એવા પ્રકારને સ્વભાવ જ છે, તેમ શ્રી વીતરાગની ભક્તિ અને પ્રાર્થનાને પણ એ સ્વભાવ જ છે કે તેનું વિધિપૂર્વક સમ્યગ્ર આસેવન કરનારની ભવરૂપી ઠંડીને અવશ્ય નાશ થાય છે.
અચેતન એવી અગ્નિનું સેવન કે અચેતન એવા મન્નાદિને જાપ પણ તેને આશ્રય લેનારના પ્રજનને અવશ્ય સિદ્ધ કરે છે, તે પછી પરમ ગુણત્કર્ષને પામેલા અચિત્ય ચિન્તારત્નસમા, મહાભાગ ભગવાન વીતરાગને આશ્રય લેનારના ઈચ્છિતની સિદ્ધિ તેમની ભક્તિથી થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી.
ભગવાન વીતરાગ એ ક્ષીણકલેશ છે, તેથી તેઓ પ્રસન્ન કે નારાજ થતા નથી, એ વાત સત્ય હોવા છતાં