________________
ધર્મ-શ્રદ્ધા
વીતરાગની પ્રસન્નતા સંપાદન કરવા માટે પ્રાર્થના કરવી, તેને અર્થ એ છે કે–વીતરાગ પ્રસન્ન પણ થાય છે અને અપ્રસન્ન પણ થાય છે. જે પ્રસન્ન પણ થતા હિય, તે વીતરાગ હોઈ શકે જ નહિ. એ રીતે શ્રી વીતરાગની સાથે પ્રાર્થના શબ્દ જેઠવાથી ઉભય રીતિએ અસંગતપણું પેદા થાય છે. એક તે શ્રી વીતરાગ એ વીતરાગ રહેતા નથી અને બીજા ભક્તિના ફળરૂપે આશંસા કરવાથી ફળને જ નાશ થાય છે. તેથી પ્રાર્થના કરનારની અનભિજ્ઞતા પૂરવાર થાય છે. તત્ત્વના ભાગમાં અનભિજ્ઞતા એ અનર્થનું કારણ છે.
શ્રી વીતરાગની પ્રાર્થનાને અંગે આપવામાં આવતા ઉપર્યુક્ત સઘળા દે પરમાર્થના અજ્ઞાનને આભારી છે. શ્રી વીતરાગના શાસનમાં ધર્મના ફળ રૂપે જે અભિલાષા યા આશંસાને નિષેધ છે, તે અભિલાષા યા આશંસાનું લક્ષણ શ્રી વીતરાગની ભક્તિનાં ફળ રૂપે ધર્મ યા ધર્મનાં સાધનની યાચનામાં ઘટતું નથી.
- રાગ, દ્વેષ અને મહિગર્ભિત આશંસાને જ માત્ર નિષેધ છે. જે આશંસા રાગ, દ્વેષ યા મોહગર્ભિત નથી, તેની સિદ્ધિ અર્થે શ્રી વીતરાગની પાસે પ્રાર્થના કરવી, તે દેષ રૂપ નથી, નિતુ ગુણરૂપ છે. તેવી પ્રાર્થના કરવાથી પ્રવચનની આરાધના થાય છે અને સન્માર્ગની દઢતા થાય છે એટલું જ નહિ કિન્તુ તેથી ઉત્તરોત્તર સાનુબન્ધ શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે.