________________
પ્રાર્થના
૧૫
શ્રી વીતરાગની પાસે સંસારને નિર્વેદ માગવે, તત્વનુસારિતા માગવી કે મોક્ષમાર્ગને અવિરેાધી એવા કોઈ પણ ધર્મ યા પદાર્થની માંગણી કરવી, તે વસ્તુતઃ અભિવંગ કે મેહરૂપ નથી અને તેથી વસ્તુતઃ આશંસા જ નથી. કારણ કે–આશંસાનું ફળ જે સંસાર વૃદ્ધિ, તે તેનાથી થતી નથી. પ્રત્યુત સંસારને નાશ જ થાય છે.
સંસારની વૃદ્ધિ એ રાગ, દ્વેષ કે મેહગર્ભિત આશંસાથી જ થનારી છે. સંસારના છેદ અથે કે મુક્તિની પ્રાપ્તિ અર્થે કરવામાં આવતી ઉચિત પ્રાર્થનાથી તે કેવળ શુભાશયની જ વૃદ્ધિ થાય છે અને કમબખ્ય આશયાનુરૂપ માનેલે છે, તેથી શુભાશયને વધારનાર પ્રાર્થના શુભ કર્મને જ અનુબંધ કરાવનાર થાય છે. પરિણામે આત્માને ઉત્તરોત્તર શુભ સામગ્રીઓની અધિકાધિક પ્રાપ્તિ થતી જાય છે, કે જે તેને મેક્ષમાર્ગમાં અપૂર્વ સહાયક થઈ પડે છે.
પ્રણિધાન યાને કર્તવ્યતાને નિશ્ચય કરવા માટે પણ પ્રાર્થના તેટલી જ જરૂરી છે. કર્તવ્યતાના નિશ્ચચ વિના થતી પ્રવૃત્તિ નિર્જીવ પ્રવૃત્તિ છે. વસ્તુત: તે પ્રવૃત્તિ જ નથી. વારંવાર પ્રાર્થના કરવાથી પ્રાર્થના વિષયક કર્તવ્યતાને નિશ્ચય દઢ બનતો જાય છે અને તેથી પ્રવૃત્તિ પણ પ્રાણવાન બને છે. આમ ઉભય રીતિએ પ્રાર્થનાની ઉપગિતા સિદ્ધ છે.
હવે પ્રશ્ન માત્ર શ્રી વીતરાગની વીતરાગતાને રહે છે. શ્રી વીતરાગની પ્રાર્થના કરવાથી શ્રી વીતરાગની વીતરાગતા ચાલી જાય છે, એમ કહેવા કરતાં પ્રાર્થના કરનારમાં એથી