________________
સુખઅધિક કે દુઃખ ?
બળદગાડીના પ્રવાસના મુકાબલે હાલની આગગાડીને પ્રવાસ ઘણું જ સુખકારક હોવા છતાં, તે સુખ ભૂલી જઈને આજે કેઈક દિવસ રેલગાડી મેડી થઈ જાય અગર ટપાલમાં પત્ર આવતા જરા વિલંબ થઈ જાય, તે માણસ દુઃખને જ અનુભવ કરે છે. ઉપલબ્ધ થયેલાં સુખનાં સાધને જમે નહિ કરતાં મનુષ્ય પોતાના સુખ દુઃખનો વિચાર વર્તમાનની નવી નવી ગરજેને ઉદ્દેશીને જ કરે છે અને તેથી ગરજેને કેઈ અન્ન નહિ હોવાથી, તે પિતાની જાતને સુખી માનવાના બદલે હંમેશાં દુઃખમાં જ ડૂબેલી માને છે. આજ એક ઈચ્છા સફળ થઈ એટલે આવતી કાલે તેની જગ્યાએ નવી ઈચ્છા ઉત્પન્ન થવાની જ અને તે નવી ઈચ્છા પણ પાછી જ્યાં સુધી સફળ ન થાય, ત્યાં સુધી ચિત્ત તેમાં જ પરવાચેલું રહેવાનું. ઈરછાની આ દેહાદેડ જ્યાં સુધી થતી રહેવાની, ત્યાં સુધી મનુષ્યના નસીબમાં દુઃખથી છુટવાનું સીલક રહેતું જ નથી.
એ જ વાતને સમજાવતાં શાસ્ત્રકારે કહે છે કે" न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवमेव भूय एवाभिवर्धते ||१||"
કામ્ય પદાર્થોના ઉપભોગથી કામ કદી શમત નથી. ઉલટું હેમેલાં દ્રવ્યોથી જેમ અગ્નિ વધે છે, તેમ ઉપભેગથી કામ ફરી ફરીને વધતે જ જાય છે. (૧)
સુખનાં સાધન ગમે તેટલાં વિપુલ હોય તે પણ ઈન્દ્રિયોની લાલસા સતત વધતી જ ચાલે છે. તેથી કેવળ