________________
માનવ કર્તવ્ય
૧૪. કૃપણ અને દીન બને છે કે એક પણ સત્કાર્ય કરી શકતે નથી તથા થામણ હાલતમાં જ નિરન્તર કાળ નિગમન કરે છે, માયા અને માત્સર્યનું તે કુળગુહ બને છે. સ્વમહત્તા માટે તે અનેક પ્રકારના માયાચારેને સેવે છે. અન્યની મહત્તા તે. એક ક્ષણ પણ સહી શક્તા નથી. પિતાની જાત ઉપર કોઈ દુખ આવી ન પડે, તે માટે સદા ભયભીત ન રહે છે અને પોતા સિવાય પરના હુખને કે તેના પ્રતિકારને એક ક્ષણ વિચાર પણ કરતે નથી. એની પ્રત્યેક પ્રવૃત્તિ નિષ્ફળ હેાય છે, કિંતુ અજ્ઞાનના ગે એ પોતાની તે નિષ્ફળ અને હાનિકર પ્રવૃત્તિએને પણ સફળ માને છે.
ભવાનિન્દી આત્માઓની આ દશા જ તેમને મુક્તિભાગની પ્રાપ્તિમાં મહાન અંતરાય રૂપ બને છે. ભવમાં પડતી સઘળી તકલીફ, ભવ પ્રત્યેના બહુમાનના ચેગે, તે આત્માઓને તકલીફ રૂપ લાગતી નથી. જ્યારે મેક્ષમાર્ગની આરાધના માટેની છેડી પણ તકલીફ તે આત્માઓથી સહી શકાતી નથી. સંસારની તકલીફેને સ્વેચ્છાએ સહે છે અને સંસાર રૂપ કારાગારથી મુક્તિ અપાવનાર ક્રિયાઓ માટેની તકલીફ સ્વેચ્છાએ સહવા માટેની તાકાત તેઓમાં એક તલભાર પણ રહેતી નથી.
આ ભવભિનન્દપણું, એ જ આત્માને મુક્તિ માર્ગની પ્રાપ્તિમાં મોટું પ્રતિક છે. એને ટાળવા માટે
જ્યાં સુધી પ્રયાસ કરવામાં ન આવે, ત્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાનિ કે આરાધના થવી અશકય છે.