________________
મુક્તિ
૮૯
કાલિકી હોય છે, તેથી સિદ્ધિનું સુખ સર્વ સંસારી જીનાં સર્વ સુખો કરતાં પણ અનન્ત ગુણું અધિક હોય છે.
સંસારનું કંઈ પણ સુખ દુઃખરહિત, સંપૂર્ણ કે અવિનશ્વર હોતું નથી. સિદ્ધિનું સુખ દુખરહિત, સંપૂર્ણ અને અવિનશ્વર હોય છે.
સંસારનું સર્વ સુખ પરાધીન હોય છે. મોક્ષનું અનંત સુખ પણ સ્વાધીન છે અર્થાત આત્મા સિવાય બીજા કેઈ ને આધીન નથી.
સંસારનું સુખમાત્ર દુઃખના પ્રતિકાર સ્વરૂપ અને કમની ઉપાધિથી પ્રાપ્ત થનારું છે. સિધિનું સુખ નિષ્પતિકાર અને સ્વાભાવિક છે તથા નિરન્તર ભય અને વ્યાબાધાથી રહિત છે. એટલા માટે શાસ્ત્રોમાં તેને પરમાનન્દ સ્વરૂપ—અને સકલ કલ્યાણ સ્વરૂપ કહેલું છે.