________________
ધર્મશ્રદ્ધા
પૂજામાં પ્રવૃત્ત થનાર ગૃહસ્થને તે આરંભ દુર્ગતિનું કારણ થતું નથી કિનતુ સદ્દગતિનો હેતુ જ બને છે.
પ્રશ્ન ગૃહસ્થો દ્રવ્ય પૂજા ન કરે અને કેવળ ભાવ પૂજા કરે, તો ચાલે કે નહિ?
ઉત્તર ન ચાલે. ગૃહસ્થ હંમેશાં આરંભ અને, પરિગ્રહથી યુક્ત હોય છે, તેથી હંમેશાં ચિન્તાતુર રહે છે. એ ચિન્તાથી બુદ્ધિ કુતિ રહે છે. એ કારણે ગ્રહસ્થાનું ચિત્ત તત્વત્રયીના બાહ્ય આલબન વિના. સ્થિર થતું નથી. એમના ચિત્તની સ્થિરતા માટે એમને સાકાર દેવપી, નિત્ય સાધુસેવા અને સક્રિય દાનાદિ ધર્મોની પરમ અગત્યતા છે.
વળી ગૃહસ્થ પ્રાયઃ સાવદ્ય કાર્યોમાં રક્ત, સદાકાળ ઐહિક અર્થપ્રાપ્તિમાં આસકત, કુટુંબના ભરણપોષણ માટે આજીવિકાદિનાં સાધને મેળવવામાં પ્રસા, વ્યવહારનાં કાર્યોમાં સદા આદર યુક્ત અને પરતંત્રતાદિનાં કારણે ખિન્ન હોય છે. તેથી એલી ભાવપૂજાથી તેમના ચિત્તની સ્થિરતા થવી અશકય છે.
વળી તેઓના અન્ય સઘળાં કાર્યો દ્રવ્ય વડે જ સિદ્ધ થાય છે, તેથી દ્રવ્ય વડે કરાતા ધર્મથી જ તેમના મનની તુષ્ટિ થઈ શકે છે. સાંસારિક ચિન્તા અને ખટપટોથી સંતપ્ત તેમનાં ચિત્ત ઉપર એ ભાવધર્મ કાંઈ પણ અસર નિપજાવી શકતા નથી. ગૃહસ્થ દ્રવ્યવત