________________
! અહિંસા
૨૩૭
પ્રશ્ન-હિંસા કેટલા પ્રકારની છે?
ઉત્તર હિંસાના મુખ્ય બે પ્રકારે છે? દ્રવ્ય અને ભાવ. કાયાથી પ્રાણને વિયાગ કરે તે દ્રવ્ય હિંસા છે અને પ્રાણ નાશ કરવાના દુષ્ટ અધ્યવસાયવિશેષ તે ભાવહિંસા છે.
કેટલાક જી હિંસા કર્યા વિના તંદુલ મત્સ્યની જેમ હિંસાનું ફળ મેળવે છે. કેટલાક જી હિંસા કરવા છતાં અપ્રમત્ત મુનિની જેમ હિંસાનું ફળ નથી મેળવતા. કેટલાક જેને જમાલિની જેમ અલ્પહિંસા પણ અનહ૫ ફળને આપે છે. કેટલાક જીવને દ્રઢપ્રહારિની જેમ મહાહિંસા પણ સ્વલ્પ ફળ આપે છે.
જીવ-વધ એ જ એક દુઃખ અને દુર્ગતિને દેનાર છે એમ નથી, કિન્તુ પ્રમાદ, દુષ્ટ અધ્યવસાય, હૃદયની નિષ્ફરતાપૂર્વક આપેલી પીડા ભાવસાપેક્ષપણે કર્મબા કરાવે છે. કેટલીક હિંસા આ ભવમાં કરેલી કેણિકની જેમ આ ભવમાં જ ફળ આપે છે. કેટલીક કાલાન્તરે કરેલી વંશપરંપરાના બૈરની જેમ કાલાન્તરે ફળે છે. કેટલીક ભગવાન મહાવીરને મારવા જનાર લેહકારની જેમ આરંભેલી પણ નહિ કરાયેલી છતાં ફળ આપે છે. કેટલીક વખત હિંસા એક જણ કરે છે અને ફળ ઘણાને ભેગવવું પડે છે પાપી પાલકે કરેલી હિંસાનું ફળ સમસ્ત દેશના લોકોને ભોગવવું પડયું હતું અને દંડક દેશ દંડકારણ્ય બની ગયે હતે. કેટલીક વખત હિંસા ઘણા કરે, પણ ફળ એકને જ ભોગવવું પડે છે.