________________
ધર્મ-શ્રદ્ધા
પ્રક્ષo, વધવિરતિનાં પરચખાણ કરવાથી તથા છેદની આપત્તિ નહિ આવે? સિંહ વગેરે ક્રૂર પ્રાણીઓ યુગપ્રધાનાદિં આચાર્યને વધ કરવા તૈયાર થાય, તે વખતે પચ્ચખાણવાળે શ્રાવક સિંહાદિને મારી શકે નહિ અને આચાર્યાદિના પ્રાણને વિનાશ થાય તે તીથને ઉચ્છેદ થાય, માટે પરચખાણ લીધા વિના જ જ્યારે જે ઉચિત હોય, ત્યારે તેમ વર્તવું શું ખોટું?
ઉત્તર આગામી દોષને ભય આગળ ધરવામાં આવે, તે કઈ પણ શુભપ્રવૃત્તિ નહિ થઈ શકે. સિંહવધથી રક્ષણ કરાયેલા આચાર્યને રાત્રે સર્ષ નહિ ડસે? અથવા તે ચેષિદાસેવનાદિ અકાર્ય કરી તીર્થોચ્છેદક નહિ બને? અથવા અન્નદાન આપવાથી મુનિને અજીર્ણ નહિ થાય? ખાવાથી પિતાને અજીર્ણ નહિ થાય? જવા આવવાથી અકસ્માત નહિ થાય? કાંટે નહિ વાગે? ભીંત નહિ પડે? એ વગેરે ભચેના કારણે ખાવા-પીવા હરવા-ફરવા આદિની ક્રિયા બધા બંધ કરે છે? નહિ જ. એ કારણે શુધ્ધ ચિત્તવાળા, શ્રધ્ધાળુ, અપ્રમાદી અને ધીર પુરુષે આગામીકાળના સંભવિત દોષને વિચાર કર્યા વિના વધવિરતિના પશ્ચિમ્માણ કરે છે. પાપના ક્ષય માટે પચ્ચખાણ અવશ્ય જરૂરી છે. પચ્ચખાણ નહિ કરવાથી પ્રાણિવધનું ઘર પાપ આવતું અટકતું નથી. જીવોના વધની વિરતિ નહિ કરવી તે જ વધ છેનિશ્ચયથી અવિરતિ, એ જ વધ છે, કારણ કે નિવૃત્તિ (વિરતિ) ન કરે ત્યાં - સુધી પ્રવૃત્તિના પરિણામ રહેવાના જ. એ કારણે કર્મ