________________
૧૪
અહિંસા છે, તે કર્મ ત્રિગુપ્તિથી ગુપ્ત એ જ્ઞાની.ઉચ્છવાસ માત્રમાં ખપાવે છેએવું આગમનું વચન છે. છતાં નારકીઓ જેટલાં કમ ખપાવે છે તેટલાં બાંધતાં નથી,
તે પછી મૂછ સહિત વધ કરવાથી અધિક નિર્જરાને અ૫ બંધ થશે. માટે તેમ કરવામાં શું હરકત? એવો પ્રશ્ન કરનારે સમજવું જોઈએ કે-નારકીઓનું શરીર અશાતા–વેદનીય આદિ કર્મોને સહન કરવામાં સમર્થ હોય છે તથા આયુષ્ય નિરૂપક્રમ હોવાથી તેવા તીવ્ર દુઃખનું વેદન કરી શકે છે, પણ બીજા જીવો કે જેમનું શરીર ઔદ્યારિક અને આયુષ્ય સપક્રમ છે, તેવાએને તેવા દુઃખની છાયા માત્રથી મરણ થઈ જાય અને કમ તે તેમ ને તેમ આત્મામાં કાયમ રહી જાય.
માટે નારકન્યાય પ્રમાણે દુઃખીને વધ કરવાથી તેમનું પાપ નાશ પામતું નથી, પણ આર્તધ્યાનાદિથી અશુભ કમબંધ થઈ તે જીવોને દુર્ગતિમાં જવાનું થાય છે.
પ્રશ્નો બધા સુખી જીવોને વધ નહિ, પણ પાપી જીવોને વધ કર્મક્ષયને હેતુ ખરે કે નહિ?
ઉત્તર વધકિયાથી જ આત્મા પાપી બને છે, એટલે તેની તે ક્રિયાથી કમને નાશ કેવી રીતે થાય? અગ્નિથી શીત ટળે, પણ તાપ કેવી રીતે ટળે? અવિરૂદ્ધ વરતુથી પણ વસ્તુને વિનાશ થતું હોય, તે જગતમાં સર્વ પદાર્થોને વિનાશ થઈ જવો જોઈએ. વધથી થનારા કમરને નાશ વધથીનહિ પણ વધવિરતિથીજ થાય.