________________
૧૩૮
પ્રજાનું કરેલું પાપ રાજાને અથવા શિષ્યોએ કરેલું પાપ ગુરુને ભેગવવું પડે છે. કહે છે કે
"राजा राष्ट्रकृतं पापं, राजपापं पुरोहितः । મ જ સ્ત્રી પાપ, ઇત્યાદિ
કેટલીકવાર ઘણાએ કરેલી હિંસા ઘણુને ભેગવવી પડે છે, સાબમામનકુમારની જેમ. કેટલીકવાર એકવાર કરેલી હિંસા એકવાર ફળે છે, શ્રી વીરભગવાને પૂર્વભવમાં શા પાલકની કરેલી હિંસાની જેમ. કેટલીકવાર એકવાર કરેલી હિંસા ફ્રોડવાર ફળે છે. અને અધ્યવસાય વિશેષથી કેડાર્કેડિ ગુણ કે તેથી પણ અધિક દુષ્ટ વિપાક આપે છે. કેટલીકવાર હિંસા અહિંસાના ફળને પણ આપે છે. વિષણુકમારાદિની જેમ. દુષ્ટ અધ્યવસાય વિના સંઘના વિધિને અટકાવવા માટે થયેલી હોય, તે તેવી હિંસા સમ્યકત્વની નિર્મળતા કરે અને તેથી મહાનિર્જરા પણ સાધે. કેટલીક વખત અહિંસા પણ અભિનિવેશાદિ કારએ હિંસાનું ફળ આપે. જમાલિની જેમ.
એમ હિંસા-અહિંસાના ફળને અનેક વિચિત્રતા છે. તે ગુરુગમથી સમજવા પ્રયાસ કરે.
પ્રશળ સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરાવતાં સૂક્ષમ પ્રાણાતિપાત કરવાની અનુમતિ લાગે કે નહિ?
ઉત્તર. શેઠના છે છોકરાની જેમ વિશુદ્ધભાવવાળા સાધુ, વિધિસહિત ઉચ્ચકખાણ આપે, તેં જ લાગે