________________
૧૨૪
ધર્મ-શ્રદ્ધા
પ્રશ૦ મિથ્યાષ્ટિને સંસર્ગ ન કરે, એ કહેવામાં -દષ્ટિની સંકુચિતતા નથી ?
ઉત્તર નથી. કારણ કે ખાધેલું ઝેર ઉટી દ્વારા કઢાવી શકાય છે, પણ કાન દ્વારા પ્રવેશેલું મિથ્યાવિચારરૂપી વિષ દૂર કરવાને કઈ પણ માગ આજ સુધી શોધી શકા નથી. મિથ્યામ તરફથી ખરાબ વિચારરૂપી જે વિષ કાનમાં રેડવામાં આવે છે, તે એવું ભયંકર છે કે તેનું બળ પહોંચે છે ત્યાં સુધી તે મનુષ્યના હાથે ગમે તેવા કુકર્મો કરાવે છે. એટલા માટે મનુષ્ય માત્રની સૌથી પ્રથમ એ ફરજ છે કે વિચારરૂપી મિથ્યા વિષને કાન દ્વારા કદી પણ ગ્રહણ કરવું નહિ. ઘરની રક્ષા માટે ઘરને તાળું મારવું, એ જેમ સંકુચિત દ્રષ્ટિ નથી, તેમ આત્મરૂપી ઘરની રક્ષા માટે કાન દ્વારા મિથ્યા વિચારે પ્રવેશ ન થવા દેવા, એમાં સંકુચિતતા નહિ પણ દીર્ઘદર્શિતા છે.
પ્રશ્ન બાલક કે યુવાનને નહિ અનુસરતાં વૃદ્ધને જ કેમ અનુસરવું?
ઉત્તર૦ બાલ્યાવસ્થામાં સંકલ્પવિકલારહિત અવસ્થા છે અને તે પણ ગુણ છે, તે તેને શા માટે ન અનુસરવું? એમ ઘણાઓ કહે છે. પણ તેઓએ સમજવું જોઈએ કેઆલ્યાવસ્થામાં રહેલે એ ગુણ અજ્ઞાનમૂલક છે. જ્ઞાનશૂન્ય સંકલ્પ-વિપરહિતપણું કઈ પણ પ્રકારનું વિશિષ્ટ ફળ આપી શકતું નથી. ગમે તેવા સંકલ્પ-વિકલ૫રહિતપણથી જ મોક્ષ મળી શકતે હેત, તે એકેન્દ્રિય છો જ સૌથી અધિક ક્ષે ગયા હોત.