________________
ધર્મ અને તેનાં સાધના
दुःख पापात् सुखं धर्मात, 'सर्वशास्त्रेषु संस्थितिः । न कर्त्तव्यमतः पापं कर्त्तव्यो धर्मसचयः ॥ १ ॥
પાપથી દુઃખ અને ધમથી સુખ, એ સર્વ શાસ્ત્રોનુ કથન છે. એ કારણે પાપ ન કરવુ જોઈએ અને ધર્મના સંચય કરવા જોઈએ. (૧)
हिंसाऽनृतादयः पञ्च तत्त्वाश्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार, इति पापस्य हेतवः ||२||
"
હિંસા જૂઠ વગેરે પાંચ, તત્ત્વ પ્રત્યે અશ્રધ્ધા અને ક્રોધાદિ ચાર, એ દશ પાપના હેતુએ છે. (૨)
विपरीतास्तु धर्मस्य, पत एवोदिता बुधैः । पतेषु सततं यत्नः, सम्यक्कार्यः सुखैषिणा ॥३॥
એથી વિપરીત એ ધ'ના હેતુએ છે, એમ પ`ડિત પુરુષ કહે છે. સુખના અથી આત્માઓએ સતત તેને વિષે સમ્યક્ પ્રકારે પ્રયત્ન કરવા જોઈએ. (૩)
साधुसेवा सदा भक्त्या, मैत्री सत्त्वेषु भावतः । आत्मीयग्रहमोक्ष, धर्महेतुप्रसाधनम् |||||
ભકિતપૂર્વક સદ્યા સાધુની સેવા, ભાવથી પ્રાણીઓને વિષે મૈત્રી અને પોતાપણાની બુધ્ધિના ત્યાગ, એ ધર્મહેતુઓનાં સાધન છે. (૪)