________________
૧૨૨
ધર્મશ્રદ્ધા બદલામાં સાધુને કરેલે સત્કાર, સન્માન કે ભક્તિ આદિ કાંઈ વિસાતમાં નથી.
પ્રશ્નશુધ્ધ સમ્યકત્વવાનની નિશાની શું?
ઉત્તરસુદેવ, સુગુરુ અને સુધર્મ આદિને મોક્ષના ધ્યેયથી માનવામાં ન આવે, ત્યાં શુધ સમ્યક્ત્વ નથી. અનાદિકાળથી જ જન્મ નિષ્ફળ પ્રયત્ન કરી રહેલ જીવ, સુદેવાદિના આલંબનથી એક જ જન્મના પ્રયત્નમાં સર્વકાલ સ્થિર રહે, એવું ફળ મેળવી શકે છે. સુદેવાદિનું આલંબન, એ નિષ્ફળ પ્રયત્નને ટાળનાર અને સફળ પ્રયત્નને માર્ગ બતાવનાર છે એ બુદિધએ સુદેવાદિને માનનાર આત્મા શુધ્ધ સમ્યક્ત્વ છે. એ બુદ્ધિ વિના સુદેવાદિની. માન્યતા અને સેવા આદિ નિશ્ચય સમ્યક્ત્વને જણાવનાર નથી.
સુદેવ, સુગુરુ અને સુધર્મ મને આ સંસાર સમુથી ઉદ્ધારનારા છે એ બુદ્ધિએ એમની કરેલી પૂજાદિ. સમ્યક્ત્વને જણાવનાર છે. પરંતુ એ ત્યારે જ બને, કે
જ્યારે જન્મ અને કર્મની અનાદિપરંપરા હંમેશાં ખ્યાલમાં રહે. વેપારી જેમ ખાતાં-પીતાં, પહેરતાં-ઓઢતાં કે હરતાંફરતાં આબરૂને ભૂલતે નથી, આબરૂ પ્રત્યે પૂર્ણ લક્ષ્યવાળે રહે છે, તેમ સમ્યફવવાન જીવ આરંભપરિગ્રહનાં કાર્યો કરતી વખતે પણ જન્મ-કર્મની પરંપરાથી છૂટવાના જ એક લીંયવાળો હોય છે