________________
૧૨૧
પ્રશ૦ સમ્યકત્વની પ્રાપ્તિનાં અને તેના રક્ષણનાં સ્થાને
ઉત્તર૦ જેમ ધન મેળવવાનું સ્થાન બજાર છે અને તેને રાખવાનું સ્થાન તિજોરી છે, તેમ શ્રદ્ધા મેળવવાનાં સ્થાન શ્રી જિનમંદિર, ઉપાશ્રય, સાધુ અને સત્સમાગમ વગેરે છે અને રક્ષણનું સ્થાન નિત્ય આવશ્યકાદિ ક્રિયા છે. નિત્ય આવશ્યકાદિ કિયાના આચરણ વિના શ્રદ્ધાનનું રક્ષણ થઈ શકવું મુશ્કેલ છે.
પ્રશ્ન. ગૃહ ઉપર સાધુને ઉપકાર ગણાય કે સાધુઓ ઉપર ગૃહસ્થને ઉપકાર ગણાય?
ઉત્તર પગારદાર શિક્ષક પાસેથી પણ વિદ્યા લેનાર વિવાથી શિક્ષકને પિતાને ઉપકારી સમજે છે, નહિ કે પિતાને શિક્ષકને ઉપકારી માને છે. શિક્ષકને પગાર -આપવા છતાં વિદ્યાને અથી વિદ્યાથી કે તેના વાલીઓ શિક્ષક ઉપર પિતાને ઉપકાર કરનાર તરીકે ઓળખાવતા. નથી, પણ શિક્ષકને જ ઉપકારી તરીકે ઓળખાવે છે. તે પછી અતિશય દુર્લભ એવી મોક્ષવિદ્યાની પ્રાપ્તિ કરાવનાર સાધુ, કે જેઓ મેક્ષવિદ્યાના બદલામાં કંઈ પણ પગાર સવીકારતા નથી, તેને ઉપકારી માનવામાં વાંધો લેવા જેવું શું છે?
આ દુનિયામાં માલની વિદ્યા સાધુ પાસેથી નથી મળતી, તો તેની પાસેથી મળે છે? મોક્ષવિદ્યાની પ્રાપ્તિના