________________
વ્યક્તિ
ઘઉં
પૃથ્વી આદિ તત્ત્વા, સ'ગીતશાસ્ત્રમાં દર્શાવેલા રાગે, માકાશમ’ડળ, વાયુમંડળ આદિ મ`ડળા વગેરે નિરાકાર છતાં, તેના આકારાથી જ સઘળા વ્યવહાર ચાલે છે. એ જ રીતે અનાકાર ઈશ્વરને પણ આકાર તેના પૂજકને શુભાશયથી મહાન ફળને આપે છે. અનાકાર ઈશ્વરની સાકાર મૂર્તિને પૂજવાથી અનાકાર ઈશ્વરને શુભાશુભ કાંઈ ફળ મળતુ નથી પરતુ પૂજકને અવશ્ય મળે છે.
જેમ વામય દિવાલમા કોઈ મણિ ફ્ેકે કે પથ્થર *કે, સૂર્યની સામે કાઈ કપૂર ઉડાડે કે રજ ઉડાડે, સવ સત્તાધીશ ચક્રવતી વગેરેની કાઈ સ્તવના કરે કે નિન્દા કરે, તેથી ચક્રવતી વગેરેને કાંઈ થતું નથી, કિન્તુ સ્તવના અથવા નિન્દાદિ કરનારને અવશ્ય શુભાશુભ ફળ મળે છે, તેમ અનાકાર ઈશ્વરની સાકાર મૂર્તિને પૂજવાથી ઈશ્વરને કાંઈ પણ ફળ નહિ થવા છતાં પૂજનારને તેના શુભાશયથી અને નિન્દનારને તેના અશુભાશયથી સારુ ને નઠા ફળ અવશ્ય મળે છે. વળી શ્રી જૈનશાસનમાં ઈશ્વર નિરાકાર જ છે, એવા એકાંત માનેલા નથી. નિરાકાર વિર પણ પ્રથમ સાકાર અવસ્થામાં જ હોય છે અને પછી નિરાકાર અવસ્થાને પામે છે.
પ્રશ્ન પરમાત્માની પૂજા તુરત કેમ ફળતી નથી? ઉત્તર્॰ પ્રત્યેક વસ્તુ તેના ફળવાના કાળે જ ફળે છે, પ્રસૂતિ નવ મહિના બાદ જ થાય છે; સત્રના જાપ હજારવાર, લાખવાર કે કોડવાર થયા બાદ જ ફળે છે: