________________
શ્રદ્ધા પ્રશ્ન જે વસ્તુ નજરે દેખાય નહિ, તે વસ્તુ કેમ મનાય?
ઉત્તર એવી ઘણી વસ્તુઓ છે કે જે નજરે દેખાતી નથી, છતાં અવશ્ય માનવી પડે છે. જેમકે કે એક માણસને રાત્રિએ સ્તંભ એ પુરુષ તરીકે જણાય છે અને પુરુષ એ સ્તંભ તરીકે જણાય છે. કોઈને દિવસે પણ શેખ પીળે લાગે છે. ઉન્મત્ત આત્માઓ સ્વબધુઓને પણ ઓળખી શક્તા નથી. ઈન્દ્રિય તેની તે છે, છતાં આ વિશેષતા શાથી? કહેવું જ પડશે કે પૂર્વે મન અવિકારી હતું, પાછળથી તે વિકારી બન્યું માટે ભેદ પડયો. તે એ મન દશ્ય છે કે અદશ્ય દશ્ય નથી તે પણ છે એમ સ્વીકારવું જ પડયું.
એ રીતે શબ્દ, તેના અર્થો, સુખ, દુઃખ, વિષય, કષાય, ઈર્ષ્યા, અસૂયા, ચાતુર્ય, ગાંભીર્ય, બુદ્ધિ, આનંદ, શિક, વગેરે અસંખ્ય ચીજો એવી છે, કે જે દેખ્યા વિના પણ માનવી જ પડે છે. ન્યાય, અન્યાય, વિનય, વિવેકસુધા, તૃષા, મત્રી, પ્રદ, કારૂણ્ય, માધ્યસ્થ, રાગ, રતિ, સંશય, વિપર્યય, વગેરે દરરેજના અનુભવની વસ્તુઓ પણ આંખે દેખાતી નથી, કાને સંભળાતી નથી કે બીજી કોઈ