________________
૧૧૬
ધર્મશ્રદ્ધા પણ બ્રહ્મને તો અનાદિ માને છે અનાદિ બહા અથવા ઈશ્વર આ જગતને નાશ કરે છે અને વળી પાછે બનાવે છે. ઈશ્વરનું અસ્તિત્વ માન્ય રાખવા ખાતર બ્રહ્મવાદીએ સુષ્ટિની ઉત્પત્તિ અને નાશ માને છે, તે પણ એ ઉત્પત્તિ અને નાશની ક્રિયાને તે તેમને પણ અનાદિથી જ માનવી પડે છે. સૃષ્ટિની ઉત્પત્તિ, નાશ અને જીવાત્માઓનું અસ્તિત્વ એ ત્રણને કઈ પણ પ્રકારે અનાદિ આસ્તિક દર્શનકારેને માનવું જ પડે છે. હવે જ્યારે જગતનું અનાદિપણું કબૂલ રાખવું પડે છે, ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે અનાદિ જગતમાં કઈને મોક્ષ થાય છે કે નહિ? આસ્તિક માત્ર મેક્ષને પણ માન્ય રાખે જ છે. અને મોક્ષ માન્ય રાખે એટલે અનાદિ જગતમાં મોક્ષે જનારાઓની સંખ્યા અને તની થવાની. પ્રત્યેક સૃષ્ટિમાં એકેક આત્મા મોક્ષે જાય, તે પણ અનાદિ અનંતકાળમાં અનંતા છ ક્ષે જનારા થાય જ. ભૂતકાળમાં અનંતા જીવે મોક્ષે ગયા અને અનાગતકાળમાં અનંતા જશે.
નવા ઓની ઉત્પત્તિ તે કોઈ એ માની જ નથી. મનુષ્યભવ અને માનવદેહ વિના કેઈને પણ મોક્ષ થતું નથી, એમ પણ સી કેઈએ સ્વીકાર્યું છે. તે પછી એ વાત આપોઆપ સિદ્ધ થાય છે કે-આ જગત એ અનંત જનું નિવાસસ્થાન છે. મેક્ષમાં ગયેલા પણ અનંતા છે અને સંસારમાં રહેલા પણ અનંતા છે. -
માનવદેહ સિવાય મોક્ષ છે નહિ અને માનવદેહ. છે ત્યાં સુધી એને ટકાવવા માટે પૃથ્વી, પાણ, અનિ,