________________
ભક્તિ
૧૦૫
એ કારણે શ્રી જિનભકિતને વિધાનમાં દાંત, કેશ અને મલ જેવા પદાર્થોને ઉપગ પણ વિહિત છે. દાંતની -જાતિમાં રતનભૂત હાથીદાંત, કેશની જાતિમાં રત્નભૂત ચમરી ગાયના કેશ તથા શરીરના મલ જેવા પદાર્થમાં પણ કસ્તુરીયા મૃગની નાભિને મલઃ જેને કસ્તુરી કહેવામાં આવે છે તેને પણ ઉચિત ઉપચોગ વિહિત કરવામાં આ છે.
કાષ્ટમાં ચન્દન, ફૂલમાં કમલ તથા ફૂલના તાંતશુઓમાં કેસરને સ્થાન આપવામાં આવ્યું છે. ધાતુઓમાં સુવર્ણ, રસમાં દૂધથી તથા વસ્ત્રના તાણામાં રેશમ, એ વગેરેને સ્થાન આપવામાં આવ્યું છે. સંગીત એ પણ એક સર્વોત્તમ કળા છે તેથી તેનું પણ સ્થાન શ્રી જિનભક્તિમાં હોય જએ નિર્વિવાદ છે. વણ, વેણું, મૃદંગ, તેલ, તાંસા, નગારા વગેરે વાજિંત્રો, એ સંગીતકળાનાં જ સાધન છે. સંગીત માટે તે તે વસ્તુઓ અનિવાર્ય છે. તેથી શ્રી જિનભક્તિમાં તેને ઉપગ એ દેષયુક્ત નથી, કિન્તુ પરમ મંગળમય અને તત્ત્વ દષ્ટિએ સર્વથા નિર્દોષ છે.