________________
૧oo
ધર્મશ્રદ્ધા જૂદી જૂદી વનસ્પતિઓ તેના કાળે જ ફળે છે રાજસેવા - વાણિજ્યાદિ ક્રિયા પણ કાળે જ ફળે છે તેમ પૂજાદિ, શ્રેષ્ઠ અનુષ્ઠાનેનું પરમ ફળ જન્માંતરમાં જ મળે છે. ચિન્તામણિ આદિ પદાર્થો ઐહિક અને તુચ્છ ફળને આપનારા હવાથી આ ભવમાં જ ફળે, પરંતુ પૂજાનું પુણ્ય અને તેનું ફળ તેના કરતાં પણ મહાન હોવાથી તેના ફળમાટે તુચ્છ એવા મનુષ્યભવ ઉપરાત દેવભવ વગેરે. સામગ્રીની પણ અપેક્ષા છે.
જગતમાં પુણ્ય ભિન્ન ભિન્ન પ્રકારનાં હોય છે. કેટલાક ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ અહીં પણ મળે છે. રાજપુત્રાદિને એકાદ વાર કે ઈ પ્રસંગે અલ્પ પણ દાનકર્યું હોય, તેનું મહાન ફળ મળે છે–પ્રાણઃ કસ્ટમાંથી. પણ ઉગારનારું થાય છે. રાજા વગેરેની સેવા કરનાર પરિવાર સહિત સુખી થાય છે. અપરાધ કરનાર પરિવાર સહિત માર્યો જાય છે. તે રીતે ઉત્કટ ભાવે કરાયેલી. શ્રી વીતરાગ પરમાત્માની પૂજાદિનું ફળ આ લેકમાં પણ સંપત્તિઓનું કારણ થાય છે અને પરલોકમાં તો અવશ્ય, અનેક પ્રકારનાં સત્ય, સુખની પરંપરા પ્રાપ્ત કરાવવામાં હેતુભૂત થાય જ છે.
પ્રશ્નો પરમાત્માનું નામ સમરણ શું લાભ કરે?
ઉત્તર૦ મંત્રના રહસ્યાર્થીને ન જાણનારનું વિષ જેમ મંત્રના જાપથી ઉતરી જાય છે, તેમ તત્વ નહિ જાણનારનું પાપ પણ પરમાત્માના નામસ્મરણથી નાશ પામે છે. પાપ