________________
ભક્તિ
તેઓને ભક્તિ નિમિત્ત સ્થાવરની હિંસા નહિ કરવાને ઉપદેશ આપ, તે જેઓએ રાત્રિભોજનના પણ પચ્ચ
ખાણ નથી કર્યા, તેઓને દિવસે ભોજન નહિ કરવાના પચ્ચખાણ આપવા બરાબર છે અથવા જેઓએ માંસાહારના પણ પચ્ચખાણ નથી કર્યા, તેઓને વનસ્પતિ ભજનના પચ્ચખાણ આપવા તુલ્ય છે.
પરિગ્રહ અને આરમ્ભમાં રક્ત એવા ગૃહસ્થને શ્રી જિનભક્તિ નિમિરો થતી સ્થાવર કાયની હિંસા, એ દેષરૂપનથી કિન્તુ ગુણ રૂપ છે કારણકે શ્રીજિનભક્તિ એ પરમ્પરાએ વસ-સ્થાવર ઉભયની રક્ષાના પરિણામને જાગ્રત કરે છે. સંયમની રક્ષા માટે મુનિને જેમનદી ઉતરવાનું ષરૂપ નહિ પણ ગુણરૂપ માન્યું છે, તેમ પરિગ્રહ–આરમ્ભથી બચવા માટે ગૃહસ્થને શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યભક્તિ દેષરૂપ નહિ પણ ગુણરૂપ માનેલી છે. શ્રી જિનભક્તિમાં ગૃહસ્થોને જે આરંભ છે, તે શુભ પરિણામ અને શુભ પ્રવૃત્તિને જનક હોવાથી સદારંભ માને છે અને તેવા સદારંભના આલંબન વિના પોતપોતાના ગુણસ્થાનકની હદે રહેલા આત્માઓને આગળ વધવાનું થતું જ નથી.
મુનિને પણ આવશ્યકાદિ ક્રિયા વખતે આરંભ રહેલે જ છે. છતાં યતનાપૂર્વક તે આરંભ દુર્ગતિનું કારણ નહિ પણ શુભ ગતિનું જ કારણ છે. તેમ ગૃહસ્થોને શ્રી જિનપૂજામાં સ્થાવર કાયને આરંભ હોવા છતાં યતનાપૂર્વક