________________
ભક્તિ
છે, તેઓ તુષાની શાન્તિને માટે સરેવરના નીરને પરિત્યાગ કરી ઝાંઝવાના નીર તરફ દેડે છે. શ્રી અરિહતના નિર્મળ મતને જેઓ સ્વીકાર કરતા નથી, તેઓ ન્યાયને જાણનારા છે, એમ કહેવું એ ન્યાયની જ વિડંબના છે. શ્રી અરહિંતનું સ્વરૂપ અધ્યાત્મવેત્તાઓને અગમ્ય, વાચસ્પતિઓની વાચાને અગોચર તથા નિર્મળ ઈન્દ્રિવાળાને પણ અપ્રત્યક્ષ છે, તે પણ ચગી પુરુષ તેને જ મેળવવા મથે છે. જગતનું સર્જન અને સંહાર કરવાનું જેઓ અભિમાન ધારણ કરતા નથી, તે સત્ય બ્રહ્મ રૂપ શ્રી અરહિંત પરમાત્માઓ જ સર્વ આત્મહિતષિઓને ધ્યાન કરવા લાયક છે. તેઓ ધન્ય છે, કૃતyય છે અને તેઓને જ જન્મ સાર્થક છે કે જેઓનું મન શ્રી અરિહંતના ગુણમાં સદા લંપટ બન્યું રહે છે.
પ્ર. ભગવાનનું નામ કે ગુણસ્મરણ કરવાથી ફળ થાય, પણ જડ એવી મૂર્તિને પૂજવાથી શું લાભ થાય?
ઉત્તર ભગવાનનું નામ પણ જડ છે, છતાં જડએવું નામ ભગવાનના ગુણસ્મરણમાં જેમ આલંબન રૂપ થાય છે, તેમ જ એવી, પણ ભગવાનની મૂર્તિ ભગવાનના પરમાર્થ સ્વરૂપની પિછાન કરવામાં પરમ આલંબનભૂત બને છે. ભગવાનની મૂર્તિને નમસકારાદિ કરવાથી સમ્યકેવરૂપી મહાફળની પ્રાપ્તિ થાય છે. મોક્ષમાર્ગને અનુકૂળ પુણ્યાનુબંધી પુણ્યને બંધ થાય છે અને અનર્થના