________________
ધર્મશ્રણ
નથી તેમ તૃષ્ણા રૂપી રિંગના કારણે જ જીવ ભોગ માટે આતુર થાય થાય છે, તેથી પણ ભાગને રેગની ઉપમા આપવામાં આવે છે.
રેગના પ્રતિકારમાં જેમ દુઃખના અભાવે સુખ બુદ્ધિ થાય છે, તેમ વિષયોમાં પણ દુઃખને પ્રતિકાર જ સુખ રૂપ મનાય છે. ખાવાનું સુખ, ભૂખનું દુઃખ શમ્યું નથી, ત્યાં સુધી જ મનાય છે. જે તેમ ન હોય તે અધિક ખાવામાં અધિક સુખ થવું જોઈએ પણ તેમ તે થતું નથી. ઉલટું અજીર્ણ જવરાદિ પીડા થાય છે. જલપાનનું સુખગળાની શુષ્કતા દૂર કરવા પૂરતું જ છે. પરંતુ તૃષાથી અધિક જલપાન કરનારને ઉલ્ટી કે આફરે થાય છે. ઠંડક કે તાપ તેટલા જ અનુકૂળ લાગે છે કે જેટલા પ્રમાણમાં બકારે કે શરદીને વિકાર હોય છે.
એજ રીતે અન્ય ઇન્દ્રિયના ભેગે પણ વિપુલતાના હિસાબે સુખ કરનારા નથી, કિન્તુ તૃષ્ણારૂપી દુખના હિસાબે જ સુખ કરનારા છે. માત્રા કે પ્રમાણથી અધિક આવેલ શબ્દ, કર્ણની બધિરતા કરે છે, તેજ, ચક્ષુની મંદતા કરે છે, ગંધ, નાસિકામાં મસા વગેરે પીડાઓને ઉત્પન્ન કરે છે. એ રીતે પ્રત્યેક ભોગ પ્રમાણથી અધિક થાય છે, ત્યારે સુખના બદલે દુઃખ ઉત્પન્ન કરે છે. પ્રમાણપત ભોગ પણ સ્વતંત્ર સુખરૂપ નથી, કિન્તુ ના પ્રતિકારરૂપ બનીને સુખનો અનુભવ કરાવે છે. તેથી ભોગસુખને