________________
ધર્મશ્રદ્ધા
સિદ્ધો અશરીરી છે, તેથી સાધુઓ પણ શરીરનું મમત્વ છેડે છેઃ સિદ્ધો અમૂર્ત છે, તેથી સાધુઓ પણ મૂર્ત શરીરને સંસ્કાર છેડે છે. સિદ્ધો નિરાહારી છે તેથી સાધુઓ પણ પર્વદિવસે તથા અન્ય દિવસે આહારને ત્યાગ કરે છે. સિદ્ધો શ્રેષમુક્ત છે, તેથી સાધુઓ પણ દ્વેષ છેડી મૈત્રી ધારણ કરે છે. સિદ્ધો વિતરાગ છે તેથી સાધુઓ પણ બંધુઓના સ્નેહને પરિત્યાગ કરે છે સિદ્ધો નિરંજન છે, તેથી સાધુઓ પણ રતિ અને પ્રીતિના લેપથી મુક્ત થવા પ્રયાસ કરે છે. સિદ્ધો નિષ્ક્રિય છે, તેથી સાધુએ પણ આરંભ સમારંભના ત્યાગી બને છે સિદ્ધ નિસ્પૃહ છે, તેથી સાધુઓ પણ સર્વ પ્રકારની આશા અને તૃષ્ણાઓને છેડે છે સિદ્ધો નિર્બન્ધન છે તેથી સાધુઓ પણ અપ્રતિબદ્ધપણે વિહાર કરે છે. સિદ્ધો કેવળજ્ઞાની તથા કેવલદશી છે, તેથી સાધુઓ પણ સર્વ જગતની વિનશ્વરતાને સદા જૂએ છે. સિદ્ધ આનન્દ-- પરિપૂર્ણ છે. તેથી સાધુઓ પણ સતેષ અને સમભાવના સુખને અનુભવ લેવા નિરન્તર પ્રયત્ન કરે છે.
એ રીતે સત્ય, શીલ, ક્ષમા, સંતોષ, પાપકાર, નિષણતા, વીતરાગતા, નિઃસંગતા, અપ્રતિબદ્ધચારિતાન નિર્વિકારિતા, નિશ્ચલતા, અસ્વામિસેવિતા, નિર્ભિકતા, અપાશનતા, સંસારસંબંધrગુસિતા, વગેરે મુમુક્ષુઓના અલ્પ ગુણ એ સિદ્ધાત્માઓના અનુકરણરૂપ હોવાથી વધતા વધતા સિદ્ધિ ક્ષેત્રમાં અનત અને પરિપૂર્ણ થાય છે.