________________
યુક્તિ
૮૩
કેવળ ક્રિયાથી જ મોક્ષ મળે છે, એમ બેલવું તે પણ અયુક્ત છે. કારણ કે–મિથ્યાજ્ઞાનવાળા પુરુષને પ્રયત્ન કરવા છતાં ફળ મળતું નથી, એ પ્રત્યક્ષ દેખાય છે એટલું જ નહિ પણ જ્ઞાનરહિત કિયા તે મૂછદિક અવસ્થામાં પણ હોય છે કિનતુ તે અર્થજનક બનતી નથી. તેથી મોક્ષ માટે જ્ઞાન અને ક્રિયા ઉભયની આવશ્યક્તા છે.
જુદા જુદા દર્શનકારે જુદાં જુદાં સાધને મોક્ષને માટે બતાવે છે, પરંતુ તે સર્વને સમાવેશ જ્ઞાન–ક્રિયા ઉભયમાં થઈ જાય છે. કેઈ કહે છે કે-ગુરુ વચનમાં શ્રદ્ધા રાખવાથી મોક્ષ મળે. કેઈ કહે છે કે પરબ્રહ્માના જ્ઞાનથી મોક્ષ મળે એ રીતે કે મૌન ધારણ કરવાથી, કઈ તીર્થયાત્રા કરવાથી, કે તપ કરવાથી, કે જપ કરવાથી વગેરે જે જે જાંજુદાં સાધને બતાવે છે, તે કાંતે ક્રિયારૂપ છે, કાંતે જ્ઞાનરૂપ છે, પરંતુ એકલી ક્રિયા ચા એકલા જ્ઞાનથી કાર્ય સિદ્ધિ માનનારા વ્યાજબી નથી. કાર્યસિદ્ધિ ઉભયના સંગથી જ થાય છે. આથી જેને એ સ્વીકારેલ જ્ઞાન-ક્રિયા ઉભય એ જ મોક્ષને માર્ગ છે, એમ અબાધિત રીતિએ સિદ્ધ થાય છે.
પ્રશ્ન. સાધુપણું, એ સિદ્ધિને માર્ગ છે. એ શાથી?
ઉતર સેવકે સ્વામીના શીલને અનુસરવું જોઈએ, એ ન્યાયે મુમુક્ષુ સાધુઓ સિદ્ધના ગુણેને અનુસરે છે, તેથી તેઓ સિદ્ધિના માગે છે એમ નિર્વિવાદપણે સિદ્ધ થાય છે.