________________
ધર્મશ્રદ્ધા
સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે તે અયુક્ત છે. આ સર્યું છે કે રાજ?—એ સંશયાત્મક જ્ઞાન છે, કારણ કે–તેમાં સર્પ કે રજજુ, બેમાંથી એકને પણ નિશ્ચય નથી. સ્યાદ્વાદમાં તેવું ડેલાયમાન જ્ઞાન નથી, પરંતુ એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ રહેલા ભિન્ન ભિન્ન ધર્મોનું સ્થિર અને નિશ્ચિત જ્ઞાન છે. જેમ કે–એક જ પુરુષમાં પિતાની અપેક્ષાએ પુત્રત્વ છે અને પુત્રની અપે. અક્ષાએ પિતૃત્વ છે, એવું નિશ્ચિત જ્ઞાન છે પણ પુત્રત્વ કે પિતૃત્વનું સંશયુક્ત જ્ઞાન નથી.
સ્યાદ્વાદને વધારે સ્પષ્ટતયા સમજવા માટે દરેક પદાથે ઉત્પાદ, વ્યય અને ધવ્ય. એ ત્રણે ધર્મવાળા છે, એ સમજવું જોઈએ. સુવર્ણનું કુંડલ ભાંગીને કટક બનાવ્યું ત્યારે કુંડલને નાશ થશે, કટકની ઉત્પત્તિ થઈ અને સુવર્ણ તે કાયમ જ રહ્યું. કટક સર્વથા નવીન જ ઉત્પન્ન થયું છે, એમ કહી શકાય નહિ. કુંડલિની કઈ પણ વસ્તુ કટકમાં ન આવી હતી તે કટકને તદ્દન નવીન ઉત્પન્ન થયેલું માની શકાતઃ પણ તેમ તે છે નહિ. કંડલનું તમામ સુવર્ણ કટકમાં આપી ગયું છે. માત્ર કુંડલને આકાર બદલાગે છે. કુંડલનો નાશ કુડલની આકૃતિ પુરતે છે. કટકની ઉત્પત્તિ કટકના આકાર પુરતી છે. કુંડલ અને કટકનું સુવર્ણ તે એક જ છે. કુંડલાકારે -નાશ, કટક રૂપે ઉત્પત્તિ અને સુવર્ણ રૂપે સ્થિતિ, એ. રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ, એ ત્રણે ધર્મો એક જ પદાર્થમાં એક જ સમયે રહેલા સિદ્ધ થાય છે.