________________
કર્મ
0904
વિધાતા, વિધિ, કાલ, યમ, કૃતાન્ત કે લેખ, એ સઘળાં કર્મનાં જ નામે છે.
કેઈની પણ પ્રેરણા વિના કર્મ પિતાના સ્વભાવે જ આત્માને તે તે કર્મને ચોગ્ય ફળ પમાડે છે. જે જીવે અજીવ શરીરની સાથે સંબંધ રાખી હાલ આવે છે, પૂર્વે જીવતા હતા અને ભવિષ્યમાં આવશે, તે સવને કર્મોની સાથે શૈકાલિક સંબંધ છે. આખું જગત દ્રવ્ય અને પંચસમવાયમય છે. પંચસમવાયના સામર્થ્યથી જીવ કર્મોનું ગ્રહણ, ધારણ અને વેદન આદિ કરે છે.
પ્રા કર્મો જડ છે, નિજાગકાળને જાણતા નથી અને આત્મા દુઃખ ભોગવવાને કામી નથી, તથાપિ જીવ દુઃખને આધિન કેમ થાય છે?
ઉત્તર૦ કર્મો જડ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આદિની સામગ્રીની તથા પ્રકારની અનિવાર્ય શક્તિથી પ્રેરાઈને સ્વ–આત્માને બળાત્કારે દુઃખ દે છે.
જેમ કે-અને જડ હેવા છતાં શરીરમાં કફ, પિત્તઅને વાયુ આદિના વિકારો કરે છે ઔષધ, વિષ, ભસ્મ, પારે વગેરે, પિતપોતાના પરિણામકાળે સુખ–દુઃખને અનુભવ કરાવે છેઃ ભિન્ન ભિન્ન પ્રકારના રોગ, શીતળા, ઓરી, અછબડા, ક્ષય, પક્ષાઘાત, અર્ધાગ, શીતાંગ, મોતીઓ વગેરે પિતપતાના કાળે પરિપાક પામે છે? પિત્તજવર, કફજવર, વાતજવર, ત્રિદોષજવર, વગેરે અમુક સમય પછી જ શમે છે અને પછી ચાલ્યા જાય છે :તેમ કમ પણ જડ હોવા છતાં તેના કાળે ફળ ચખાડે છે..