________________
ધર્મ-શ્રદ્ધા
શિકે, તે સૂક્ષમ એવા કર્મોને ધારણ કરી શકવામાં હરકત
જ શું? એ જ રીતે આત્મા અરૂપી છતાં વિષય, કષાય, મિથ્યાત્વ, અવિરતિ આદિ કર્મ જનિત વિકારોથી વિકારી થત પણ પ્રત્યક્ષ દેખાય છે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી જ અમૂર્ત આત્માને મૂર્તકર્મના સંબંધવાળો માનવો જોઈએ,
પ્રશ્ન જીવને કર્યગ્રહણ કરવાને સ્વભાવ અનાદિન છે, તે શી રીતે પટી શકાય?
ઉત્તર૦ અનાદિ સ્વભાવ પણ પ્રયત્ન દ્વારા ૫ટી શકાય છે. પારાને ચંચળ અને અગ્નિમાં ઉડી જવાને સ્વભાવ પણ જેમ તથા પ્રકારની ભાવના દેવાથી પેટાઈને સ્થિર થાય છે. અગ્નિની દાહકતા પણ મંત્રપ્રયાગ વડે,
ઔષધિ વડે, કે સત્ય, શીલ અને તપની આચરણ વડે -પટાતી અનુભવાય છે. લેહચુમ્બક પાષાણ પણ અગ્નિથી -મૃત થયા બાદ અથવા બીજી ઔષધિઓથી સંયુક્ત થયા બાદ લેહ ગ્રહણ કરવાને સ્વભાવ છેડી દે છે. વાયુ ચંચલ સ્વભાવવાળો હોવા છતાં પણ પખાલમાં પુરાવાથી સ્થિર રહે છે. બીજ અંકુરે ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું હોવા છતાં બળી ગયા પછી અંકુત્પત્તિ થતી નથી, તેમ જીવને કર્યગ્રહણ કરવાને સ્વભાવ પણ સિદ્ધત્વ પામ્યા બાદ નાશ પામે છે.
પ્રશ્નો જગતના છ કમ પ્રમાણે સુખદુઃખને ભગવે છે, તે તે કર્મગણને પ્રેરનાર કેણ છે?
ઉત્તર પ્રેરનાર કેઈ નથી. ભગવાન, દેવ દેવત,