________________
પરમપદનું સ્વરૂપ कृत्स्नकर्मक्षयान्माक्षा, जन्ममृत्यवादिवर्जितः । सर्वबाधाविनिमुक्त, एकान्त-सुखसगतः ॥१॥
સમસ્તકર્મના ક્ષયથી મિક્ષ થાય છે. તે જન્મ મૃત્યુ આદિથી રહિત, સર્વ પીડાઓથી વિનિમુક્ત તથા એકાન્ત સુખથી સંગત છે. (૧)
यन्न दुःखेन मम्मिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं यत्, तज्ज्ञेय परमं पदम् ॥२॥
જે ખથી મિશ્રિત નથી, જે આવ્યા પછી ચાલી જતું નથી અને જેના મળવા બાદ સર્વ અભિલાષા નિવૃત્ત થાય છે, તેનું નામ પરમપદ છે. (૨)
अपरायत्तमौत्सुक्यरहित निष्प्रतिक्रियम् । सुख स्वाभाविकं तत्र, नित्यं भयविवर्जितम् ||३||
ત્યાં અપરાયા–સ્વાધીન, સુકયરહિત, નિષ્પતિક્રિય, સ્વાભાવિક અને સદા ભય રહિત સુખ રહેલું છે. (૩)
परमानन्दरूपं तद्, गीयतेऽन्यैर्विचक्षणैः । इत्थं सकलकल्याण, रूपत्वात्साम्प्रतं यदः ॥
અન્ય વિદ્વાન વડે તે પરમાનન્દ સ્વરૂપ કહેવાય છે. એ રીતે સકલ કલ્યાણરૂપ હોવાથી તેમ કહેવું, એ સુક્ત જ છે. (૪)