________________
૫૪
ધર્મશ્રદ્ધા પ્રશ્ન પ્રમાણ એટલે શું?
ઉત્તર “મીત્તેજોતિ ” અર્થાત–જે વડે વસ્તુતત્ત્વને યથાર્થ નિર્ણય થાય તે પ્રમાણ છે. યથાર્થ જ્ઞાન, એ સંદેહ, ભ્રમ અને અજ્ઞાનને દૂર કરે છે તથા વસ્તુનું ખરું વસ્વરૂપ સમજાવે છે. માટે તે યથાર્થ જ્ઞાન પ્રમાણુ કહેવાય છે. એ પ્રમાણ સનિકર્ષાદિ જડ વસ્તુ હોઈ શકે નહિ, પણ સ્વ–પર પ્રકાશક જ્ઞાન: જ હોઈ શકે.
જૈનએ માનેલા બે પ્રમાણેનું સ્વરૂપ નીચે મુજબ. છેઃ સ્પષ્ટ પ્રતિભાસી જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવામાં આવે છે. તેના બે ભેદ છેઃ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ. સાંવ્યાવહારિક પ્રત્યક્ષના પણ બે ભેદે. છેઃ ઈન્દ્રિય-નિબન્ધન અને અનિદ્રય-નિબન્ધ. ઈન્દ્રિયદ્વારા જે બોધ થાય, તે ઈન્દ્રિય-નિબન્ધન અને મનદ્વારા જે બોધ થાય, તે અનિન્દ્રિય-નિબઘન, એ બનેના ચાર ચાર ભેદે છેઃ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણ. અર્થનું સામાન્ય ગ્રહણુ તે અવગ્રહ. ત્યારબાદ વસ્તુને. પરામર્શ તે ઈહા. ત્યાર બાદ વસ્તુનું અવધારણ તે અવાય. અને અવધારણની અવિશ્રુતિ વાસના અને સમરણ રૂપ અવસ્થા, તે ધારણા છે.
ખરી રીતે જોતાં ઈન્દ્રિય અને મનદ્વારા થતુ જ્ઞાન એ અનુમાનાદિકની જેમ (આત્મા સિવાય ઈન્દ્રિયાદિ અન્ય નિમિત્તેથી ઉત્પન્ન થાય છે, તેથી પ્રત્યક્ષ કહી શકાય. નહિ. તે પણ વ્યવહારમાં તે જ્ઞાન (રૂપ, રસ, ગ, સ્પર્શ,