________________
આત્મા
હયાતિ એ જ શુદ્ધ આત્મા–પરમાત્માની હયાતિમાં. પ્રમાણ છે. જે વસ્તુઓની અંશતઃ શુદ્ધિ જોવાય છે, તે વસ્તુઓની પૂર્ણ શુદ્ધિ પણ સંભવિત છે. આત્મા પણ એક વસ્તુ છે. એની પૂર્ણ શુદ્ધિનું નામ પરમાત્માપણું છે. આત્મા મૂઢ દશામાં હોય છે, ત્યાં સુધી બહિરાત્મા કહેવાય છે. શુદ્ધિના પ્રકર્ષથી તે જ આત્મા અનુક્રમે. ભદ્રાત્મા, અન્તરાત્મા, સદાત્મા, મહાત્મા, ગાત્મા અને પરમાત્મા બને છે. પરમાત્મપણાને ઈજારે કઈ એક વ્યક્તિને નથી, પરંતુ જે કેઈ આત્મા આત્મશુદ્ધિના પુનિત પંથે આગળ વધે અને શુદ્ધિના શિખરે પહોંચે, તે આત્મા પિતે જ પરમાત્મસ્વરૂપ-ઈશ્વરસ્વરૂપ બની જાય છે.