________________
ધર્મ
૨૫
ધારી રાખે અને શુભ ગતિમાં સ્થાપન કરે તે ધર્મ, જેનાથી અસ્પૃદયની સિદ્ધિ થાય અને નિ ધ્યેયની પ્રાપ્તિ થાય તે ધર્મ, જેનાથી અહિત–અકલ્યાણને માર્ગ છૂટી જાય અને હિત-કલ્યાણને માર્ગ નિવિન બને એ ધર્મ,
એ વગેરે ધર્મનાં ફળ બતાવનાર વાક્યોમાં સૌની -એક વાક્યતા છે. જે મતભેદ છે, તે ધર્મના સ્વરૂપને ઉદ્દેશીને જ છે. વસ્તુનું ફળ સમજે પણ સ્વરૂપ ન સમજે તે ઇષ્ટની સિદ્ધિ થઈ શકતી નથી. હીરા મોતી કે પન્નાની કિંમત સમજે પણ સ્વરૂપ ન સમજે તે ઠગાયા સિવાય રહે નહિ.
દરેક વિષયમાં ફળ સમજવાની સાથે સ્વરૂપનું જ્ઞાન પણ મેળવવું જ પડે છે. અન્યથા સમજેલું ફળ નિરર્થક જાય છે અગર અનર્થકર પણ થાય છે ક્ષુધા અને તુષા -મટાડવી એ ખોરાક અને પાણીનું ફળ છે, એમ જાણ્યા પછી પણ ખેરાક અને પાણી કોને કહેવાય? એનું સ્વરૂપ જે ન જાણે તે ખેરાક અને પાણીને પ્રાપ્ત કરી શક્ત નથી અથવા તેથી વિપરીત વસ્તુને જ ખોરાક અને પાણી
સમજી બેસે છે, તે કવચિત પ્રાણને પણ તે નાશ ; કરનારે થાય છે. તેમ ધર્મના ફળ સંબંધી સંદેહ રહિત થયા પછી પણ ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવવું
જોઈએ અને એ મેળવે તે જ યથાર્થ ધર્મની પ્રાપ્તિ i કરી, તેનું દુર્ગતિથી બચવા સ્વરૂપ કે સ્વર્ગપવર્ગને પામવા સવરૂપ યથાર્થ ફળ મેળવી શકે. એટલા જ માટે