________________
૨૮
ધર્મ-કહાઈ મંડાણ છે. બીજાને દુઃખ આપનાર કે ત્રાસ પમાડનાર ધર્મ કરે છે, એમ કેઈથી પણ કહી શકાય નહિ. પિતાના શરીરને પ્રહાર લાગવાથી પ્રત્યક્ષ વેદનાને અનુભવ થવા છતાં ધર્મના નામે બીજા પ્રાણીઓની હિંસાનું વિધાન કરનારા જેવા ઘાતકી બીજા કોઈ પણ ન હોઈ શકે. હિંસાથી પણ જે ધર્મ થઈ શકતું હોય, તે પછી દયાથી ધર્મ કેમ થાય?
દયા અને હિંસાને પ્રકાશ અને અંધકારની જેમ વિરેાધ છે. ધર્મ નિમિતે પશુઓની હિંસા કરનાર હિંસક
અને તેને ઉપદેશ કરનાર ઉપદેશક દુષ્ટ મને વૃત્તિવાળા કહેવાનાં કારણે પિતે દુર્ગતિમાં જાય છે, એટલું જ નહિ પણ હિંસ્ય પશુને પણ દુર્થાન કરાવી દુર્ગતિમાં મોકલે છે. વધ સમયે તત્કાળ જેની જીભ અને આંખના ડોળા બહાર નીકળી આવ્યા છે, એવા પશુનું મૂક, દીન અને દયામણું સુખ જ એના દુર્ગાનની અને અસમાધિની પ્રતીતિ કરાવે છે. તે જેવા છતાં પણ જેઓના મનેમંદિરમાં દયાને એર નથી પ્રગટતે, તેવા જીના હૃદયની કઠોરતાની અવધિ જ નથી.
પ્રશ્ન જૈન ધર્મનું ટૂંકમાં લક્ષણ શું?
ઉત્તર૦ જેન ધર્મનું લક્ષણ સંક્ષેપમાં જાણવા માટે નીચેને એક જ શ્લેક બસ છે.
स्याद्वादो वर्तते यस्मिन् , पक्षपातो न विद्यते। नाऽस्त्यन्यपीडन किञ्चित, जैनो धर्मः स कथ्यते
જેમાં સ્યાદ્વાદ રહે છે કેઈન પણ પક્ષપાત નથીઃ તથા કિચિત પણ અન્યને પીડા નથી, તે ધર્મને શ્રી જૈન ધર્મ કહેવાય છે.