________________
સર્વ
ગૃહમાં ભરાયેલા કચરાને દૂર કરવા માટે જેમ દિપક આદિની જરૂર પડે છે, તેમ આત્મગૃહમાં ભરાયેલ કર્મરૂપી કચરાને દૂર કરવા માટે દિપકની જગ્યાએ કમેકચરાને બતાવનાર જ્ઞાન છે. ઘર સાફ કરનાર કર્મ કર પુરુષની જગ્યાએ બાહ્યાભ્યન્તર તપ છે અને ઘરમાં આવતા નવા કચરાને રોકનાર બંધ બારી-બારણાની જગ્યાએ આશ્રનાં છિદ્રોને નિરોધ કરનાર સંયમ છે.
એ રીતે જ્ઞાન, તપ અને સંયમના પ્રકર્ષ ચગે આત્મારૂપી ઘર, કર્મરૂપી કચરાથી સર્વથા શુદ્ધ બને છે. રાગાદિ દેને ક્ષય કરવા માટેની આ પણ એક પ્રતિપક્ષ ભાવના છે. એ વગેરે પ્રતિપક્ષ ભાવનાઓના દીર્ઘકાળ પિયત, સતત અને સત્કારપૂર્વકના સેવનથી રાગાદિ દેને ક્ષય થાય છે અને આત્મા શુદ્ધ સ્વભાવે પ્રકાશે છે.
નિર્મૂળ થાય એટલે ફરીથી ઉત્પન્ન ન થાય.
આત્માને શુદ્ધ સ્વભાવ ફટિક જેવો નિર્મળ, અસંદિગ્ધ અને સ્વપર પ્રકાશવાન છે. સૂર્ય કે ચંદ્રના તેજને આવરનાર વાદળને પ્રચંડ પવન વડે સર્વથા વિલય થયા બાદ, જેમ સૂર્ય અને ચંદ્રનું તેજ પ્રકાશી ઊઠે છે, તેમ આત્માને અસંદિગ્ધ જ્ઞાનાદિ ગુણેને આવરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મનાં ગાઢ વાદળે શુકલધ્યાન રૂપી તપના પ્રચંડ પવન વડે વિલય થતાંની સાથે જ, અનન્તજ્ઞાનાદિ ગુણે પ્રકાશિત થાય છે.
એક વાર નિર્મૂળ ક્ષયને પામેલા તે રાગાદિ દેશે