________________
૩૯
સર્વજ્ઞ વાચા અને સર્વજ્ઞતા વિરોધી નથી
કેટલાકે કહે છે કે વકતૃત્વની સાથે સર્વજ્ઞતાને વિરોધ છે. જેટલા વક્તા છે, તેટલા બધા અસર્વજ્ઞ દેખાઇ છે. વળી બોલનાર જે કાંઈ લે છે, તે વિવક્ષાપૂર્વક જ બેલે છે. વિવક્ષા એ ઈચ્છા સ્વરૂપ છે. ઈચ્છા એ રાગ છે અને રાગ છે ત્યાં સુધી સર્વજ્ઞતાનો સંભવ નથી. તેઓનું - આ કહેવું પણ વસ્તુતવનું અજ્ઞાન સૂચવે છે.
વચન વિવક્ષાપૂર્વક જ હોય, તે સ્વપ્ન, મદ, મૂચ્છ, અન્યમનસ્કાદિ અવસ્થાઓમાં જે બેલાય છે, તે કેમ ઘટે? વચનમાં વિવક્ષાની જરૂર પડે જ છે, એ નિયમ નથી. વચન બેલવામાં માત્ર આત્મપ્રયત્ન અને ભાષાદ્રવ્યની. અનિવાર્ય આવશ્યક્તા છે, વિવક્ષાની નહિ.
કેવળજ્ઞાની ભગવાનને ભાવ–મન નથી, માત્ર દ્રવ્ય મન જ છે. તેથી ભાવ–મનપૂર્વકની વિવક્ષા તેમને છે નહિ. આત્મપરિસ્પદ રૂપ તેમના આત્મપ્રયત્નને વિવક્ષા કહેવી હેાય તે હરકત નથી, પરંતુ તે ઈચછા રૂપ નહિ હવાથી રાગસ્વરૂપ નથી, તેથી સર્વજ્ઞપણામાં બાધક નથી. સમ્યગુવચન, એ તે સર્વજ્ઞપણાનું અસાધારણ ચિહ્યું છે. પ્રકૃષ્ટતર જ્ઞાનયુક્તનું વચન પણ પ્રકૃષ્ટતર હોય છે.
એ રીતે વચનશક્તિ જ્ઞાનની વિધિની નથી, પણું જ્ઞાનની પ્રકૃષ્ટતાને સૂચવનારી છે. અપ્રત્યક્ષ એ. આત્મા જેમ ઈહા, અપાય, ધારણાદિ લિંગથી જાણી શકાય છે, તેમ છત્તાસ્થાને અગોચર એવી વીતરાગતા અને સર્વજ્ઞતા.